1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના મુખ્યમંત્રીએ બસ મથકો અને અને કેટલાક જીલ્લાઓની RTO કચેરીનું કર્યું ઈ-લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રીએ બસ મથકો અને અને કેટલાક જીલ્લાઓની RTO કચેરીનું કર્યું ઈ-લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રીએ બસ મથકો અને અને કેટલાક જીલ્લાઓની RTO કચેરીનું કર્યું ઈ-લોકાર્પણ

0
  • વિજયભાઈ રુપાણીએ બસ મથકો અને RTO કચેરીનું કર્યું ઈ-લોકાર્પણ
  • 4 બસ મથકો અને 5 5 RTO કચેરીઓનું લોકાર્પણ કરાયું
  • વાહન વ્યવહાર કર્મચારીઓનો આભાર માન્યો
  • રાજ્ય વાહન વિભાગના કાર્યના કર્યા વખાણ

સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે ઓનલાઈન કાર્ય તરફ લોકો પ્રેરીત થયા છે,ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એવા વિજય રુપાણી દ્રારા ગુજરાત રાજ્યમાં 9 કરોડ 80 લાખના ખર્ચથી નવા નિર્માણ પામેલા કુલ 4 બસ સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે કુલ 28 કરોડ 15 લાખના ખર્ચે નવનિર્મીત થયેલી કુલ 5 RTO કચેરીઓનું પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફોરન્સની મદદથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા બસ મથકોમાં ગાંધીનગરના માણસા,બનાસકાંઠાના લાખણી, છોટાઉદેપુરના સંખેડા અને તાપી જિલ્લાના કુકર મુંડાના બસ મથકોનો સમાવેશ થાય છે, તેની સાથે સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને આણંદની RTO કચેરીઓ અને ARTO કચેરીઓનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,કોરોના સંક્રમણના કારણ દરેક બાબતનું પુરતચુ ધ્યાન રાખવામાં આવ્યું છે,રોજીંદા જીવનની ગતિ ઝડપી બનાવી છે,કોરોનાના કતારણે આ બસ મથકો અને કચેરીઓના ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યા છે,કોરોના આપણા રાજ્યના વિકાસના વેગને રોકી શકશે નહી,આ પ્રકારની તેમની વાતને તેઓએ આ પ્રસંગે રજુ કરી હતી,આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ તેમજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ લોકાર્પણ કાર્ય પાર પાડ્યું હતું

આ સાથએ જ રાજયના મુખ્યમંત્રીએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને બિરદાવ્યું હતું,પ્રજાના હિતમાં સતત ખડેપગે રહીને જે રીતે વાહન વ્યવહારના કર્મીઓ રાજ્યના લોકોની સેવા કરી રહ્યા છે અને પોતાના જીવના જોખમે લોકોને સેવાઓ પુરી પાડી રહ્યા છે તે માટે તેમની સરહાના કરી હતી.આ સાથે જ શ્રમિકોને સલામત પહોંચાડવા અને બીજા અનેક રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને પણ સહી સલામત ગુજરાત લાવવા માટે એસ ટી નિગમના કર્મચારીનો પરીવારના પણ વખાણ કરીને તેમને શૂભેચ્છાઓ પાઠવી હતી.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.