NATIONALગુજરાતી

અહો આશ્ચર્યમ્- વેદ-પુરાણોના શ્ર્લોક બોલતી અને પ્રવચન આપતી આ બાળકીની ઉમર માત્ર 5 વર્ષ

શું તમે 5 વર્ષનું એવું બાળક જોયું છે,કે જેને પુરાણના મોટા ભાગના શ્ર્લોક,ચોપાઈ કે ભજન મોઢે આવડતા હોય! કદાચ આ સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે,પરંતુ એક એવી જ નાની બાળકી છે જે માત્ર 5 વર્ષની ઘર્મગુરુ તરીકે દેશભરમાં જાણીતી થઈ છે.સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો જોવા મળે છે,જેને સાંભળનારાની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.તો ચાલો જાણીએ કોણ છે  5 વર્ષની ઘર્મગુરુ.

 5 વર્ષની ઘર્મગુરુને સાંભળવા સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકો તેને સર્ચ કરી રહ્યા છે,તે સૌથી નાની વયની યૂટ્યૂબર તરીકે દેશભરમાં નામના મેળવી રહી છે,દેશભરમાં તે સોશિયલ મીડિયાના કારણે ખુબ જ પ્રચલીત બની છે,આ બાળકીનું નામ છે,મૈત્રી જોશી, જે ગુજરાતના વડોદરા શહેરની રહેવાસી છે,તેના પિતાનું નામ છે મિતેશ જોશી, આ વારસો તેને તેના પિતા પાસેથી જ મળ્યો છે એમ કહી શકાય,નાનપણથી ઘરનું ઘાર્મિક વાતાવરણ અને પિતા દ્વારા મળેલા જ્ઞાનથી આજે મૈત્રી વેદ-પુરાણોના શ્ર્લોક,ભજન અને ચોપાઈ મોઢે પઠન કરી શકે છે,તેને સાંભળીને આપણાને નવાઈ ચોક્કસ લાગશે,આવી લાડકી ભાષાની બોલીમાં ઘાર્મિક જ્ઞાન સાંભળવાનું કોને ન ગમે.