1. Home
  2. ગુજરાતી
  3. તો હવે ચીન આટલા કરોડ રુપિયાની નોટોનો કરને નાશ – શું છે કારણ વાંચો
તો હવે ચીન આટલા કરોડ રુપિયાની  નોટોનો કરને નાશ – શું છે કારણ વાંચો

તો હવે ચીન આટલા કરોડ રુપિયાની નોટોનો કરને નાશ – શું છે કારણ વાંચો

0
  • કોરોના વાયરસનો કહેર ચીનની કરન્સી પર
  • ચીન કરશે કરોડો રુપિયાની નોટોનો નાશ
  • કોરોનાના કારણે માર્કેટમાં ફરતી કરન્સી નષ્ટ કરાશે
  • ચીનએ બનાવવી પડી નવી નોટો
  • જુની નોટો બેંક દ્રારા નાશ કરાશે
  • અમુક નોટોનું થશે ક્વારન્ટિન

કોરોના વાયરસએ સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે,આ વાયરસથી હાલ વિશ્વભરમાં 71326 લોકો સરગ્રસ્ત થયેલા જોઈ શકાય છે,જેમાંના કુલ 7058 લોકો તો માત્ર ચીનના જ છે.તે સાથે જ વિશ્વમાં કોરોનાના કારણે 1775 લોકોએ જીવ ગુમાવ્યા છે.જેમાંથી 1770 લોકો જે મૃત્યુ પામ્યા છે તે ચીનના છે,ત્યારે હવે ચીન પર બીજી એક મોટી સમસ્યા આવીને ઊભી રહી છે.ચીનમાં હજારો કરોડો રુપિયાની ચલણી નોટો વાયરસથી અસરગ્રસ્ત હોવાથી તેનો નાશ કરવાનો વારો આવ્યો છે.

હવે ચીનની સરકાર એક મહત્વના પડકાર રુપ કાર્યમાં જોડાય છે,આ કાર્ય એ છે કે માર્કેટોમાં કોરોના વાયરસના સંપર્કમાં આવેલા લોકોના હાથથી જે નોટો ફરતી થઈ છે તેને વાયરસ મૂક્ત કરવી,આ જોતા ચીનએ કરોડો રુપિયાની નોટો બદલી નાખી છે.હવે જાણવા મળી રહ્યું છે કે કાગળની આ નોટો જે માર્કેટ,હોસ્પિટલ અને પરિવહન સેવાઓ પાસેથી આવેલી છે તેનો વિનાશ કરવામાં આવશે.

ચીનની સેન્ટ્રલ બેંકની ગુઆંગજોઉની શાખાએ જણાવ્યું કે,તેઓ માર્કેટથી આવેલી સમગ્ર નોટોનો નાશ કરશે,બેંક પાસે એ સમગ્ર ચલણી નોટો હોસ્પિટલ,માર્કેટ તથા પરિવહનની સેવાઓ પાસેથી લેવામાં આવેલી નોટો છે.આ નોટોને નાશ કરવાનો આદેશ પીપુલ્સ બેંક ઓફ ચાઈનાએ આપ્યો છે,જો કે અત્યાર સુધી  માહિતી ચોક્કસ મળવા પામી નથી કે ચીન દેશ કેટલી રકમ નષ્ટ કરવા જઈ રહ્યો છે. 

સેન્ટ્રલ બેંકના ડિપ્ટી ગવર્નર ફેન ચિફેઈએ આ અંગે વાતચીત દરમિયાન જણાવ્યું કે,બેંક એ 17 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સમગ્ર દેશમાં 600 બિલિયન યુઆન એટલે કે 6.11 લાખ કરોડની નવી ચલણી નોટો દેશમાં ફરતી કરી છે.જેમાંથી 4 બિલિયન યુઆનની નોટો માત્ર વુહાનમાં મોકલવામાં આવી છે.

બેંકએ નોટોના નાશ કરવા વિશે કહ્યું કે,સૌ પ્રથમ માર્કેટમાં સર્કુલેટેડ કાગળની નોટ નાશ કરવી પડશે.જ્યારે જાન્યુઆરી પછી માર્કેટમાં મોકલવામાં આવેલી નોટોને એકઠી કરીને તેનું ક્વારન્ટિન કરવામાં આવશે જેના માટે આ નોટોની અલ્ટ્રવાયલેટ કિરણો દ્રારા સફાઈ કરવામાં આવશે,તે સાથે જ  નોટોને 14 જેટલા દિવસો સુધી ક્વારન્ટિનમાં રાખવામાં આવશે.ત્યાર બાજ દ માર્કેટમાં મોકલાશે.

જો કે આ સમગ્ર બાબતે નિષ્ણાંતોનું કહેવું એ છે કે,ચીનએ વુહાન તેમજ દક્ષિણના રાજ્યોમાં જે 84321 કરોડની કાગળની નોટો મોકલી છે તે તેનો નાશ કરશે,જેમા દક્ષિણી રાજ્યોમાં 55740 રુપિયા અંદાજે મોકલવામાં આવ્યા છે.

આ સમગ્ર વાતને લઈને ચીનની બેંકઓએ દરેક લોકોને સુચના જારી કરી છે કે, તેઓ જુની નોટો બેંકમાં જમા કરાવી દે,કારણ કે તેને નાશ કરી શકાય.આ સમગ્ર વાતાઘાટો વચ્ચે એમ ચોક્કસ કહી શકાય કે, ચીન હવે મોટો પ્રમાણમાં પોતાની કરન્સીનો નાશ કરી શકે છે..

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.