1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં કોરોનાનો કહેર-કોરોનાથી દિલ્હીમાં 1 મોત સાથે મોતનો અંક 2 થયો
ભારતમાં કોરોનાનો કહેર-કોરોનાથી  દિલ્હીમાં 1 મોત સાથે મોતનો અંક 2 થયો

ભારતમાં કોરોનાનો કહેર-કોરોનાથી દિલ્હીમાં 1 મોત સાથે મોતનો અંક 2 થયો

0
  • કોરોનાનો કહેર હવે ભારતમાં
  • કોરોનો મૃત્યુઅંક 2 થયો
  • દિલ્હીમાં 68 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત
  • બન્ને મૃત્યુ પામનાર કોરોના ના દર્દીએ બહારનો પ્રવાસ કર્યો હતો

દિલ્હીમાં કોરોના વાયરસથી પહેલી મોત થઈ છે ત્યારે  મોત સાથે ભારતમાં મોતનો આંકડો 2એ પહોચ્યો છે,અહીની આરએમએલ હોસ્પિટલમાં શુક્રવારના રોજ 68 વર્ષની મહિલાનું મોત નિપજ્યુ હતું. ભારતમાં કુલ આ સાથે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.મૃતક મહિલાના પુત્રએ  5 થી 22 ફેબ્રુઆરીના સમય દરમિયાન સ્વિત્ઝરલેન્ડ અને ઈટલીનો પ્રવાસ કર્યો હતો,આ સાથે જ મૃત્યુ પામનાર મહિલાના પુત્રની સારવાર પણ શરુ છે.

આ સાથે જ ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 85 થઈ ચૂકી છે,સારવાર બાદ 10 લોકોની સ્થિતમાં સુધારો જોવા મળ્યો છે,ત્યારે હજુ પણ 73 જેટલા લોકો કોરોના પિડીત હોવાની પૃષ્ટી કરવામાં આવી છે,સાથે જ દિલ્હી મેટ્રોમાં સેનેટાઈજેશનનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે અમેરીકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે,રાષટ્રપતિ ટ્રમ્પે કટોકટીનું એલાન કર્યું હતું, કોરોના વાયરસને જોતા ઈન્દોરમાં થનાર સમ્મેલન પણ રદ કરવામાં આવ્યું છે,ટ્રમ્પે કોરોનાથી લડવા માટે 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત પણ કરી છે.

કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રાલયની સલાહને ધ્યાનમાં રાખીને, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ફ્રેન્ડશીપ એક્સપ્રેસ અને બંધન એક્સપ્રેસની સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ ટ્રેન સેવા 15 માર્ચથી 15 એપ્રિલ સુધી બંધ જ રાખવામાં આવશે.

આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ જાહેર જગ્યાઓ બંધ કરાવવામાં આવી છે.જેમાં સિનેમાહોલ,શાળા-કોલેજો,મોલ વગેરેનો સમાવેશ થાય છે.

આરએસએસએ કોરોના વાયરસને કારણે બેંગલુરુમાં વાર્ષિક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને રદ કરવાનો નિર્ણય લીધો  છે. આ બેઠક 15 માર્ચથી લઈને 17 માર્ચ સુધી યોજાવાની હતી. આરએસએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 1450 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ મીટીંગમાં સંઘના વડા મોહન ભાગવત, સહકાર્યવૈયા ભૈયા જી જોશી, સહ સરકાર્યવા કૃષ્ણ ગોપાલ અને અન્ય 5 સરકાર્યાવાહ પણ ભાગ લઈ રહ્યા હતા. સંઘની આ બેઠકમાં દેશભરના સંઘના તમામ મુખ્ય અધિકારીઓ ભાગ લેતા હોય છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.