1. Home
 2. ગુજરાતી
 3. ‘ધન્નો’ ઈ-બાઈક બની ઓટો એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર- કમર્શિયલ બાઈકમાં 100 કિલો વજન ઉપાડવાની ક્ષમતા
‘ધન્નો’ ઈ-બાઈક બની ઓટો એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર- કમર્શિયલ બાઈકમાં 100 કિલો વજન ઉપાડવાની ક્ષમતા

‘ધન્નો’ ઈ-બાઈક બની ઓટો એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર- કમર્શિયલ બાઈકમાં 100 કિલો વજન ઉપાડવાની ક્ષમતા

0
 • હરિયાણાની કંપની ઈવોલેટએ બનાવી ધન્નો નામક ઈ-બાઈક
 • ફિલ્મ શોલેથી પ્રભાવિત થીને બાઈકનું નામ આપ્યું ‘ધન્નો’
 • કંપનીને આવનારા વર્ષમાં 1000 કરોડના ટર્નઓવરની અપેક્ષા
 • બાઈક માર્કેટમાં આવતા લોકો ચોક્કસ તેના તરફ આકર્ષશે
 • સરળતાથી વઘુ માલ સામાન સાથે કરી શકાશે મુસાફરી

તાજેતરમાં દિલ્હીના ગ્રેટર નોઈડામાં ઓટો એક્સપો 2020 પર સૌ કોઈ કંપનીઓની નજર છે,આ ઈવેન્ટમાં અવનવી બાઈક જોવા મળી રહી છે,દેશ વિદેશની કંપનીઓ આ ઈવેન્તેટમાં પોતાની કાર-બાઈક રજુ કરી રહી છે.આ સાથે જ પ્રદુષણને નાથવા માટે ઈ-વાહનોને પ્રાઘાન્ય પણ આપવામાં આવ્યું છે.આવનારા સમયમાં લોકો ઈ-વાહનો તરફ વળે તો નવાઈની વાત નહી હોય,જેને લઈને જ અનેક કંપનીઓએ પોતાની થીમ ઈલેક્ટ્રોનિક વાહનો પર રાખી છે.

આ ઈવેન્ટમાં લક્ઝરી કારથી લઈને સ્કૂટર કે બાઇકનું અવનવું ઇલેક્ટ્રિક મોડેલ જોવા મળી રહ્યું છે. આ નામાંકિત કંપનીઓમાં એક નામ હરિયાણા સ્થિત વિલાસપુરની કંપથી ઇવોલેટનું પણ  સામેલ છે. ઇવોલેટ નામક કંપનીએ બનાવેલી બાઈક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે, બાઈકનું નામ  ‘ધન્નો’ રાખવામાં આવ્યું છે, જે કમર્શિયલ ઇ-બાઇક તરીકે રજૂ કરવામાં આવી છે,જેની ક્ષમતા 100 કિલો સુઘીના વજનને ઉપાડવાની છે.

ઇવોલેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને  ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર એવા  પ્રેરણા ચતુર્વેદીએ આ બાઈક વિશે ક્હયું કે, “કંપની વાર્ષિક 1 લાખ ઇ-બાઈક વેચવાનો પ્રયાસ કરશે. આ સિવાય, અમે પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઇ-થ્રી વ્હીલર્સ મારફત કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં લઈને આવી રહ્યા છે.આ યોજનાઓ સાથે અમારી કંપની આવતા વર્ષના એન્ડમાં 1 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવરની આશા સેવી રહી છે.”

આપણે સો કોઈ જાણીએ છીએ કે ફિલ્મ શોલેમાં  બસંતી ટાંગેવાલીનો રોલ પ્લે કરતી હેમામાલિનીની ઘોડીનું નામ પણ ‘ધન્નો’ હતું. જે આજ દિન સુઘી લોકોના દિલો દિમાગમાં સ્થાન બનાવી રાખવામાં સફળ છે.ઘન્નો નામથી સૌ કોઈ વાકેફ છીએ.ઘન્નો પોતાની ઝડપી ગતિથી ભાગવાની ક્ષમતાને લઈને જાણીતી ઘોડી હતી

‘ધન્નો’ લોકોને બેસાડવા સાથે વઘુ વજન ઉપાડીને ભાગી પણ શકતી હતી. જે વિચારને લઈને જ  હરિયાણાની  કંપનીએ પોતાની ઈ બાઈકનું નામ પણ ‘ધન્નો’રાખ્યું છે, ઇ-બાઇકની વિશેષતા એ છે કે, બે વ્યક્તિઓ સાથે અનેક ગણો સામાન લઈને સરળતાથી કમ્ફર્ટેબલ જોનમાં રહીને આપણે મુસાફરી કરી શકીએ છીએ.

‘ધન્નો’ની પાછળની સીટને કંપની દ્રારા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તેને ખોલ્યા પછી તે મોટી ટ્રે બની જાય છે. આ ટ્રે પર વધારે સામાન મૂકી શકાય છે અને ટ્રે બંઘ કવા પર સરસ મજાની સીટ બની જાય છે જેના પર બેસી શકાય છે. તેમજ ફ્રંટ પર મોટો લેગ રૂમ આપ્યો છે. વાહનના આગળના ભાગમાં એક ગ્રિલ ડિઝાઇનવાળી મોટી ટ્રે પણ લગાવવામાં આવી છે, જેમાં અનેક ગણી ચીજ-વસ્ફતુઓ પણ મુકી શકાય છે. કુલ મળીને ‘ધન્નો’ માં એક સમયે એક સાથે 100 કિલો સુધીનો માલ સામાન લાવી શકાય છે.

ધન્નો –ઈ-બાઈકની વિશેષતાઓ

 •  ‘ધન્નો’માં 72 વોલ્ટની બેટરી છે
 •  3થી 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે
 • સિંગલ ચાર્જ બાદ   80 કિમી ચાલી શકે છે.
 • ટોપ સ્પીડ પ્રતિ કલાક  45 કિલો મીટરની છે.
 • ઘન્નો સ્કુટરનો દેખાવ ક્રૂઝર બાઇક જેવો છે.
 • ઘન્નો ચલાવવામાં પણ તદ્દન સહેલી છે.

આ ધન્નો નામક ઇ-બાઇકને સમગ્ર પણે કમર્શિયલ વપરાશ માટે જ બનાવવામાં આવી છે. આ જ કારણોથી બાઈકની પાછળની સાઈઝમાં  3 સસ્પેન્શન આપવામાં આવ્યા છે.પ્રથમ વાર એવું બન્યું છે કોઈ કંપનીએ બાઇકમાં આટલા સસ્પેન્શન આપ્યા હોય.ફ્રંટ અને રિઅરમાં LED લાઇટ્સની ફેસેલિટી છે,જે બેટરી બચાવવાનું કાર્ય કરે છે.જેમાં LEC સ્ક્રીનવાળું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યું છે.

‘ધન્નો’નો સ્પેશિયલ ફીચર તરીકે તેની સ્માર્ટ ચાવી પણ ચર્ચામાં છે,લોક અને અનલોક સિસ્ટમ પણ ઉપલબ્ઘ છે. એટલે કે, ગાડીને અનલોક કરી ચાવી લગાવ્યા વગર પણ ચલાવી શકાય છે.જો કે હરિયાણાની આ કંપનીએ હજું તેની કિંમત રજુ કરી નથી.પરંતુ ક વાત તો સહજ રીતે કહી શકાય કે વનારા સમયમાં જો માર્કેટમાં  ઘન્નો બીક વશે તો તેની માંગમાં વઘારો થશે જ,કારણ કે મોટો ભાગે માલ સામાનની હેરફેર કરતા લોકો માટે આ ઈ બાઈક સમાઘાનનું સાઘન તરીકે ઊભરી આવશે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.