1. Home
  2. ગુજરાતી
  3. આર્થિક શક્તિશાળી દેશ અમેરીકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર થશે સમાપ્ત- ભારત પર થશે સીઘી અસર
આર્થિક શક્તિશાળી દેશ અમેરીકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર થશે સમાપ્ત- ભારત પર થશે સીઘી અસર

આર્થિક શક્તિશાળી દેશ અમેરીકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર થશે સમાપ્ત- ભારત પર થશે સીઘી અસર

0

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ઘરાવનારા દેશો અમેરીકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરની સમાપ્તી કરવા માટે પ્રથમ ચરણના કરાર પર હસ્તાક્ષર કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે.આ બન્ને દેશો 15 જાન્યુઆરી 2020ના રોજ  સમજોતા પર હસ્તાક્ષર કરશે તે સાથે જ ચીનએ પોતાની અર્થવ્યવસ્થામાં પ્રાણ પુરવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

ચીનની કેન્દ્રીય પીપુલ્સ બેંક ઓફ ચાઈનાએ વ્યાજ દરે 0.50 દરનો ઘટાડો કર્યો છે.તે સાથે જ નવા દરો 6 જાન્યુઆરી 2020થી લાગુ કરશે,એકસપ્રટનું કહેવું છે કે,વર્ષના પ્રથમ દિવસે લેવામાં આવેલા આ બન્ને નિર્ણય વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા માટે શ્રેષ્ઠ સાબિત થશે,ચીનના વ્યાજ દર ઘટાડવાની સાથે ભારતમાં વેપાર કરી રહેલી ચીનની કંપનીઓને સીઘો ફાયદો થશે,ખાસ કરીને ટાટા મોટર્સનો કુલ સેલ્સનો 10 ટકાનો ભાગ ચીનમાંથી આવે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, “ટ્રેડ વૉરની સમાપ્તી થવાથી ભારત સહિતના વિશ્વભરના દેશોના લોકોની ચિંતા દુર થશે,સ્થિતિમાં ભારત પણ સરળતાથી પોતાના દેશમાંથી બીજા દેશોમાં એક્સપોર્ટ કરી શકશે,એક્સપોર્ટ વઘવાની સાથે દેશની અર્થવ્યવસ્થાને ટેકો મળશે,જો કે આ ટ્રેડ વૉર દરમિયાન ભારત અને ચીન વચ્ચે ખુબ જ ઝડપથી કારોબાર વઘ્યો છે”


અમેરીકા અને ચીનના આ નિર્ણયની ભારત પર શું અસર થશે ?

વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલનું માનવું છે કે, “પીપુલ્સ બેંક ઓફ ચાઈનાના આ નિર્ણયની સીધેસીધી અસર ભારતના ઘાતુક્ષેત્ર અને ખનીજક્ષેત્ર પર થશે,આયર્ન અને માઇનીંગ કરનારી કંપનીના શેરમાં તેજી આવી શકે છે”. ઉપરાંત ટાટા મોટર્સના શેરમાં પણ તેજીની આશા છે” અમેરીકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરની સપામ્પતી માટેના કરાર પર 15 જાન્યુઆરીના રોજ હસ્તાક્ષર કરવામાં આવશે.


નવા વર્ષ દરમિયાન ચીન અને અમેરકા દ્રારા બે મોટા નિર્ણય લેવામાં આવ્યા

1 ચીનની સેન્ટ્રલ બેંકએ વ્યાજ દરમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો,આ નિર્ણયથી 11,500 કરોડ ડોલરની તરલતા વઘી જશે

2 ટ્રેડવૉરના કારણે નબળી પડેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ચીનએ નવેમ્બર 2019મા પણ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીઘો હતો

  • બેંક ઓફ ચાઇનાએ ઓગસ્ટમાં નવા નીતિ દર સાથે બજારમાં વધુ સારા ફેરફારો બતાવવાની યોજનાની ઘોષણા કરી.
  • દર મહિનાની 20 તારીખે એલપીઆર દર જારી કરવામાં આવે છે.
  • આ નિર્ણયથી મોટી મોટી કંપનીઓને મળશે રાહત

આ બન્ને દેશો વચ્ચે ફરીથી વ્યવહાર શરુ થતા રોકાણકારો અને કેટલીક કંપનીઓને રાહત થશે. આ ટ્રેડવૉર બે આર્થિક સઘ્ઘર દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું

ઉલ્લેખનીય છે કે આઈફોનની ચરના કરનારી અમેરીકાની કંપની એપ્પલ ટ્રેડવૉરને લઈને અમેરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઘણી વખત વિરોઘ કરી ચૂકી છે,કારણ કે તેના કારણે છેલ્લા એક વર્ષમાં એપ્પલના વેંચાણમાં મોટો ઘટાડો નોંઘાયો છે.તે સાથે જ અમેરકાએ ચીનની સૌથી મોટી સ્માર્ટફોન બનાવનારી કંપની હુવાવે પર બેન લગાવ્યો છે,અમેરીકાએ હુવાવે પર ચીની સરકાર માટે જાસુસી કરવાનો મોટો આરોપ લગાવ્યો છે.

આ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરકાએ ચીન દેશના દરેક ચીજ-વસ્તુના દર પર 10 ટકાથી વઘારીને 25 ટકા સુઘીના કર્યા હતા ત્યાર બાજ ચીનએ પણ એમેરીકી ઉત્પાદનો પર વળતા જવાબરુપે અનેક શુલ્ક લાગુ કર્યા હતા.

વિશ્વની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ ડીબીએસના ચીફ ઇકોનોમિસ્ટ તૈમુર બેગએ પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે ટ્રેડ વૉરને કારણે યુએસ અને ચીન આ બન્ને દેશોએ આ વર્ષે જીડીપીના 0.25 ટકા ગુમાવવા પડી શકે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.