in ,

સુરતમાં જુગારધામ ચલાવતી મહિલાની પૂર્વ પતિએ કરી ઘાતકી હત્યા

સુરતઃ શહેરના ઉનગામ વિસ્તારમાં જુગારધામ ચલાવતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ સાગરિતો સાથે મળીને હુમલો કરતા મહિલાની હત્યા કરી હતી. મહિલા પૂર્વ પતિને છોડીને તેના પરિચીતના પ્રેમમાં પડી હતી અને આગામી દિવસોમાં લગ્ન કરવાની હતી. જેથી નારાજ પૂર્વ પતિએ સાગરિતો સાથે મળીને તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઉનગામમાં જીલાનીનગરમાં છેલ્લા કેટલાક સમયથી સલમા નામની મહિલા જુગારનો અડ્ડો ચલાવતી હતી. આ અગાઉ સલમા દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી. જોકે તે દારૂનો અડ્ડો બંધ કરી તેણે જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. વર્ષ 2017માં સલમાએ યુસુફ નામના યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન એક જ વર્ષમાં તૂટી ગયા હતા. તે પછી સલમા પૂર્વ પતિ યુસુફના સંબધીના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. જેની જાણ થતા યુસુફ ઉશ્કેરાયો હતો. તેમજ તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.

કાવતરાને અંજામ આપવા માટે યુસુફ તેના બે સાગરીતો સાથે સલમાના ઘર નજીક પહોંચી ગયો હતો. જ્યાં મોડી રાત્રે સલમા કાર લઈ તેના ઘર પાસે પહોંચી હતી, કારમાંથી બહાર નીકળતા જ યૂસુફ અને તેના સાગરીતોએ તેની ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. આ બનાવ અંગે પોલીસે યુસુફ અને તેના સાગરિત સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આ તે સમસ્યાનો કેવો ઉકેલ? -પાણીની અછતના લીધે 150 વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા!

Now, Pak FM Qureshi seeks UNSC’s “emergency” meet as Prez supports Kashmiris