in , , ,

મૂળ ભારતીય સુંદર પિચાઈની ખ્યાતિ- ગૂગલના સીઈઓ બાદ પેરેંટ કંપની આલ્ફાબેટનું સીઈઓ પદ સંભાળશે

  • મૂળ ભારતીય સુંદર પીચાઈની ખ્યાતિ
  • ગૂગલના સીઈઓ પિચાઈ હવે આલ્ફાબેટના સીઈઓ બન્યા
  • કો-ફાઉન્ડર લૈરી પેજએ આલ્ફાબેટ કંપનીમાંથી સીઈઓનું પદ છોડ્યું
  • કંપનીના સર્ગેઈ બ્રિને પ્રેસિડેન્ટ પદેથી રાજીનામુ આપ્યું
  • વર્ષ 2004થી મૂળ ભારતીય પિચાઈ ગૂગલ સાથે કાર્યરત

ગૂગલ એટલે વિશ્વની સૌથી જાણીતી કંપની,સવાર પડતા જ દિવસની શરુઆત ફોનથી થાય છે જેમાં આપણે કોઈ પણ પ્રશ્નનો હલ શોઘવા માટે ગૂગલ સર્ચનો સહારો લેતા હોઈએ છે,ત્યારે ગૂગલ સાથે સંકળાયેલા મૂળ ભારતીય વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે,જેનું નામ છે સુંદર પિચાઈ, આ નામથી ઘણા લોકો વાકેફ હશે જ કારણ કે તેઓ ગૂગલના સીઈઓ છે, આજે તેમના વિશે થોડુ જાણી લઈએ,તેઓ વિદેશમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે,ગૂગલની દુનિયામાં તેમનું નામ જ કાફી છે,જેઓ હવે ગૂગલની જ પેરેંટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓ બની ચૂક્યા છે.

ગૂગલના કો-ફાઉન્ડર લૈરી પેજએ તાજેતરમાં જ આલ્ફાબેટ કંપનીમાંથી સીઈઓનું પદ છોડ્યું છે તે સાથે જ હવે આ જવાબદારી  પિચાઈના શિરે આવી છે.ત્યારે આ જ કંપનીના બીજા કો-ફાઉન્ડર જેમનું નામ સર્ગેઈ બ્રિન છે જેઓ એ પણ પ્રેસિડેન્ટના પદ પરથી રાજીમાનુ આપી દીધુ છે. આ સાથે જ હવે આલ્ફાબેટ કંપનીમાંથી પ્રેસિડેન્ટનું પદ જ હટાવી દેવામાં આવશે,પેજ અને બ્રિને એક બ્લોગના માધ્યમથી મંગળવારના રોજ  રાજીનામા વિષયક માહિતી આપી છે. સાથે પિચાઈએ  બન્નેનો આભાર વ્યક્ત કર્યો હતો, ઉલ્લેખનીય છે કે વર્ષ 2004થી ભારતીય પિચાઈ ગૂગલ સાથે જોડાયેલા છે.

આ બન્ને પદ પરથી રાજીનામુ આપનાર કો-ફાઉન્ડરે કહ્યું હતું કે,આલ્ફાબેટ હવે સારી રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે,તે સાથે જ એક સ્વતંત્ર કંપની તરીકે ગૂગલ પર સારુ સંચાલન કરી રહી છે જેથી મેનેજમ્ન્ટમાં બદલાવ લાવવા માટેનો આ સાચો સમય છે,આલ્ફાબેટ અને ગૂગલને અલગ-અલગ સીઈઓની કોઈ જ આવશક્તા નથી,જ્યારે પણ અમને એમ લાગ્યું છે કે કંપની સંચાલન માટે કોઈ શ્રેષ્ઠ ઉપાય છે તો અમે ક્યારેય અમારા પદમાં રહેવાનો વિચાર કર્યો નથી.

જો કે પેજ અને બ્રિન આલ્ફાબેટ કંપની સાથે સંકળાયેલા રહેશે,કંપનીના 51.3 ટકા કંટ્રોલિંગ વોટીંગ શૅર તેઓ પાસે છે.તે સાથે પિચાઈ પાસે 0.1 ટકા હોલ્ડિંગ છે. એટલે કે કંપનીના ફાઉન્ડર કોઈ પણ સંજોગો અને કોઈ પણ સમયે સીઈઓને પડકાર આપી શકે છે.ગૂગલના જણાવ્યા મુજબ વોટિંગ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવશે નહી.ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે પેજની નેટવર્થ 4.22 લાખ કરોડ રુપિયા અને બ્રિનની 4.07 લાખ કરોડ રુપિયા છે તો તેની સાથે જ પિચાઈની નેટવર્થ 4300 કરોડ રુપિયા હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.આલ્ફાબેટ વિશ્વની ત્રીજા નંબરની માર્કેટ કૈપ કંપની છે જેની કિમંત 6 લાખ કરોડ રુપિયા છે.

ઉલ્લેખનીય છે કે પેજ અને બ્રિને વર્ષ 1998મા ગૂગલની શરુઆત કરી,ત્યાર બાદ રિસ્ટ્રક્ચરિંગ હેઠળ સર્ચ અને ડિજીટલના મુખ્ય કારોબાર સિવાય પણ બીજા કાર્યો સંભાળવા માટે વર્ષ 2005મા ગૂગલે જ પૈરેંટ આલ્ફાબેટ કંપનીની સ્થાપના કરી હતી, ત્યારે ગૂગલના સીઈઓ પદ પરથી પેજે રાજીનામુ આપીને આલ્ફાબેટનું સીઈઓ પદ સંભાળ્યું હતું,આ પહેલા પિચાઈ ગૂગલની એન્ડ્રોઈડ અને ક્રોમ યૂનિટના નેતૃત્વની ફરજ બજાવતા હતા,ત્યાર બાદ વર્ષ 2004થી તેઓને ગૂગલ કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા, તેઓ છેલ્લા 15 વર્ષથી ગૂગલ સાથે કાર્યરત છે એમ કહી શકાય.

પિચાઈએ વર્ષ 1993મા આઈઆઈટી ખડગપુરથી બીટેકનો અભ્યાસ કર્યો હતો,એ સમય દરમિયાન સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ મેળવી.ત્યાર બાદ તેમણે એન્જિનિયરિંગમાં ત્યાથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.અને યૂનિવર્સિટી ઓફ પેંસિલ્વેનિયાના વ્હાર્ટનમાંથી એમબીએ કર્યું, વર્ષ 2004મા ગૂગલ સાથે જોડાયા પહેલા સોફ્ટવેર કંપની એપ્લાયડ મૈટરિયલ્સ અને મેનેજમેન્ટ કંસલ્ટિંગ ફર્મ મૈકેંજીમાં પણ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

લુધિયાણા: મહિલાઓની સુરક્ષા માટે સરાહનીય પહેલ, પોલીસ દ્વારા મહિલાઓ માટે શરૂ કરાઇ પોલીસ કેબ સુવિધા

સરકારે દવાઓના ઑનલાઇન વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ