1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘મર્દાની-2’ અને ‘બૉડી’ આજે સિનેમા ઘરોમાં રિલીઝ- બન્ને મૂવી વચ્ચે બરાબરની ટક્કર
ફિલ્મ ‘મર્દાની-2’ અને ‘બૉડી’ આજે સિનેમા ઘરોમાં રિલીઝ- બન્ને મૂવી વચ્ચે બરાબરની  ટક્કર

ફિલ્મ ‘મર્દાની-2’ અને ‘બૉડી’ આજે સિનેમા ઘરોમાં રિલીઝ- બન્ને મૂવી વચ્ચે બરાબરની ટક્કર

0
  • ફિલ્મ ‘મર્દાની-2’ અને ‘બૉડી’ સિનેમા ઘરોમાં રિલીઝ
  • બન્ને મૂવી વચ્ચે કાટાની ટક્કર
  • કોણ મારશે બાજી ‘મર્દાની-2’ કે પછી ‘બૉડી’
  • રાનીની ફિલ્મ ‘મર્દાની-2’ એક્શન થ્રીલર ફિલ્મ
  • ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘બૉડી’ મર્ડર પર આઘારિક સસ્પેંસ ફિલ્મ

શુક્રવાર એટલે મૂવી રિલીઝ ડે,આજે સિનેમાં ઘરોમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં એક ગેંગરેપ જેવી માનવ મનને હચમચાવી મુકનારી ઘટના આઘારીત બનેલી રાની મુખર્જીની એક્શન થ્રીલર ફિલ્મ ‘મર્દાની-2’ અને  બીજી એક્ટર ઈમરાન હાશ્મીની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘બૉડી’ રિલીઝ થઈ છે.

આજના દિવસે બે મોટી ફિલ્મો સિનેમા ઘરોમાં આવતા આ બન્ને ફિલ્મ વચ્ચે ટક્કર જોવા મળશે, ફિલ્મ ‘મર્દાની-2’માં રાની મુખર્જી લીડ રોલમાં ફુલ એક્શન સાથે જોવા મળી છે,તો બીજી તરફ આ ફિલ્મને ટક્કર આપતી અને મર્ડર પર આઘારિત ફિલ્મ ‘બૉડી’ જેમાં ઈમરાન હાશ્મી મુખ્ય રોલ પ્લે કરતો જોવા મળ્યો છે .તેની સાથે સહકલાકાર તરીકે ઋષિ કપુરની શાનદાર એક્ટિંગ જોવા મળે છે.

આ બન્ને ફિલ્મોની વાર્તા અલગ-અલગ છે,જો કે બન્ને ફિલ્મના બોક્સ ઓફિસ પરના કલેક્શનની વાત કરવામાં આવે તો સુપર સિનેમા મુજબ રાનીની ફિલ્મ ‘મર્દાની-2’ બે દિવસની અંદર અંદાજે 4.75 કરોડનું કલેક્શન કરી શકે છે તો બીજી તરફ  ફિલ્મનું ટોટલ બજેટ 20 કરોડ માનવામાં આવી રહ્યું છે.

દેશભરમાં વઘી રહેલી રેપની ઘટનાઓ વચ્ચે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે,આ સ્થિતિમાં ફિલ્મ ‘મર્દાની-2’ હિટ જવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે,આ ફિલ્મ ગોપી પુતરનના નિર્દેશન હેઠળ બની છે, ફિલ્મને આદિત્ય ચોપરાએ પ્રોડ્યુસ કરી છે,

ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘બૉડી’ પહેલા દિવસે 1.20 કરોડનું કલેક્શન કરી શકે તેવી શક્યતા છે,જો કે આ ફિલ્મનું બજેટ ‘મર્દાની’ કરતા પણ વધુ છે જ્યા ‘મર્દાની-2’નું 20 કરોડનું બજેટ છ્ તો ‘બૉડી’ ફિલ્મનું 30 કરોડનું બજેટ છે,જો કે ફિલ્મ ‘બૉડી’નું  ટ્રેલર દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું,ત્યારે આ પેહલા રિલીઝ થયેલી ફિલ્મ ‘પતી પત્ની ઓર વો’એ  સિનેમાં ઘરોમાં હજુ પણ પોતાનો અંદાજ બરકરાર રાખ્યો છે,તે સાથે જ સિનેમા ઘરોમાં ‘પાનીપત’ જેવી ઈતિહાસ પર આઘારિત ફિલ્મ પણ હજું ચાલે છે, ત્યારે હવે જોવું રહ્યું કે આજે રિલીઝ થનારી આ બન્ને ફિલ્મો પર તેની કેટલી અસર પડશે.તે ઉપરાંત આજે જ રિલીઝ થયેલી ‘મર્દાની-2’ અને ‘બૉડી’ એકબીજાને ટક્કર આપવામાં કેટલી ખરી ઉતરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.