1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં ભારે વરસાદને કારણે ફલાઈટ રનવે પરથી ઉતરી
મુંબઈમાં ભારે વરસાદને કારણે ફલાઈટ રનવે પરથી ઉતરી

મુંબઈમાં ભારે વરસાદને કારણે ફલાઈટ રનવે પરથી ઉતરી

0

છેલ્લા બે દિવસથી મહારાટ્રના મુંબઈ શહેરમાં ભારેથી અતિભારે વરસાદના આગમનથી વાહન વ્યવહારથી લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે રેલ્વે ટ્રેક અને વિમાન ટ્રેક પર ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.સોમવારે મોડી રાત્રે જયપુરથી મુંબઈ આવતી સ્પાઈસ જેટ ફ્લાઈટ એસજી 6273 લેન્ડ કરતા સમયે રનવે પરથી ઉતરી ગઈ હતી જો કે આ આકસ્મિક બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.વરસાદના અતિશય આગમનના પગલે ફ્લાઈટ લેન્ડ કરતા આ બનાવ બનવા પામ્યો હતો .

       દેશનું વ્યાપારીક હબ ગણાતું મુંબઈ ચારે બાજુથી પાણીમાં ધેરાયેલું જોવા મળી રહ્યું છે,રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી બાજું રેલ્વે વ્યવહાર પણ ખોળવાયેલો જોવા મળે છે ,સાથે સાથે હવાઈ મથક પર મેધરાજાની ભારે  અસર પડી છે,વરસાદના કારણે જયપુરથી આવતી ફ્લાઈટ પણ લેન્ડ કરતા સમયે રનવે પરથી ઉતરી જતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, જો કે એરપોર્ટના અધિકારીઓના જણાવ્યાં મુજબ દરેક મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દરેક મુસાફરોને સુરક્ષીત રીતે ખસેડી લેવાયા હતા. જે કે આ બનાવમાં કોઈપણ વ્યકિતને જાનહાનિ થવા પામી નથી. આ બનાવ બાદ તરત જ ફલાઈટ ઈંડિગો 6ઈ 5321ને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરામાં આવી હતી. આ ફ્લાઈટ કોયંબતુર થી મુંબઈ આવી રહી હતી ત્યારે અતિભારે વરસાદના પગલે સુરક્ષાને ધ્યાનમાં લઈને તરત આ પગલું ભરવામાં આવ્યું .મુંબઈમાં વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પણ ખોળવાયો છે મેધરાજાના મન મુકીને વરસવાના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે જેને પગલે રેલ્વે મંત્રી પિયુષ ગોયલ મુંબઈની પરિસ્થિતિને વોચ કરી રહ્યા છે જ્યારે રેલ્વે કર્મચારીઓ પણ દિવસરાત એક કરીને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને લોકોના હીતમાં કાર્યો કરી રહ્યા છે.

બીજી બાજું મધ્ય રેલ્વે પર રેલ્વે સુરક્ષક એ.કે.ગુપ્તા સહીત દરેક કર્મચારીઓ પાણી ભરેલા રેલ્વે ટ્રેક પર જઈને પરિસ્થિતિ સંભાળી રહ્યા છે. અતિભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જવાના પમ બવાન બન્યા છે તો સાથે સાથે હોમગોર્ડથી લઈને દરેક કર્મચારો સહીત કોઈ જાનહાની ન થાઈ તેની પુરેપુરી તકેદારી લઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.