1. Home
  2. Regional
  3. ખેડામાં ખાળકુવાનો સ્લેબ તુટતા ચાર યુવતીઓ અંદર ખાબકીઃ એકનું મોત
ખેડામાં ખાળકુવાનો સ્લેબ તુટતા ચાર યુવતીઓ અંદર ખાબકીઃ એકનું મોત

ખેડામાં ખાળકુવાનો સ્લેબ તુટતા ચાર યુવતીઓ અંદર ખાબકીઃ એકનું મોત

0

અમદાવાદઃ વડોદરામાં ખાળકુવામાં ઉતરેલા 7 શ્રમજીવીઓની મોતની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે ખેડાના નંદ ગામમાં ખાળકુવોમાં અકસ્માતે 4 વ્યક્તિઓ પડી જતા તે પૈકી એકનું મોત થયાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. ખાળકુવાનો સ્કેલ તુટતા નજીક ઉભેલી યુવતી અંદર ખાબકી હતી. જેથી તેને બચાવવા અન્ય ત્રણ યુવતીઓએ છલાંગ લગાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નંદ ગામે ચાર યુવતીઓ એક ખાળકુવાની પાસે ઉભી હતી. અચાનક જ ખાળકુવાનો સ્લેબ તુટી જતાં એક યુવતી ખાળકુવામાં પડી ગઈ હતી. ખાળકુવામાં પડી ગયેલી યુવતીને બચાવવા માટે અન્ય ત્રણ યુવતીઓએ પણ ખાળકુવામાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને દોરડા વડે ચારેય યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. જોકે, 18 વર્ષીય નીતલ નામની યુવતીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અન્ય ઈજાગ્રસ્ત 3 યુવતીને વધુ સારવાર માટે નડિયાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ બનાવની જાણ થતા નડીયાદ ફાયર વિભાગની ગાડી અને મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ગઈ હતી. તેમજ ઘટના કેવી રીતે બની તેની તપાસ આરંભી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. આ બનાવને પગલે નંદ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT