1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર
વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર

વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર

0
  • વોટ્સએપ પર આ ખાસ શોર્ટકટે કરી વાપસી
  • ફરી એકવાર કેમેરા શોર્ટકટની થઈ વાપસી
  • યુઝર્સ લાંબા સમયથી કરી રહ્યા હતા મિસ
  • વોટ્સએપમાં સરળ થયા ગ્રૂપ કોલિંગ
  • વોટ્સએપ એક સાથે ચાર ડિવાઇસમાં કરી શકશે ઉપયોગ

ઇન્સ્ટન્ટ મેસેંજિગ એપ વોટ્સએપ તેના યુઝર્સને વધુ સારા ચેટનો અનુભવ આપવા માટે નવા – નવા ફિચર્સ રજૂ કરે છે. હાલમાં જ કંપનીએ નવા અપડેટ દ્વારા મેસેંજર રૂમ્સના શોર્ટકટને વોટ્સએપમાં એડ કર્યું હતું અને તેના બદલે કંપનીએ વોટ્સએપથી કેમેરા આઇકનનું શોર્ટકટને હટાવવું પડ્યું હતું. કેમેરા શોર્ટકટ હટાવવાના કારણે યુઝર્સ તેને ખૂબ જ મિસ કરે છે. પરંતુ હવે વોટ્સએપ યુઝર્સ માટે એક સારા સમાચાર આવ્યા છે ફરી એકવાર કેમેરા શોર્ટકટની વાપસી થઈ છે.

WABetaInfo રિપોર્ટ મુજબ, વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન 2.20.194.11 દ્વારા યુઝર્સને જૂનો કેમેરા શોર્ટકટ પાછો મળશે. યુઝર્સ ફરીથી કેમેરા શોર્ટકટનો ઉપયોગ કરી શકશે. હાલમાં મેસેન્જર રૂમ્સ એડ કરવા માટે શોર્ટકટને હટાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ બંને શોર્ટકટ એક સાથે ઉપલબ્ધ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપનું નવું બીટા વર્ઝન પસંદગીના દેશોમાં ઉપલબ્ધ થશે.

વોટ્સએપમાં મેસેંજર રૂમ્સના શોર્ટકટ એડ કરવાથી ગ્રુપ વીડિયો કોલિંગ ખૂબ જ સરળ થઈ ગયા છે. આની મદદથી યુઝર્સ એક સમયે 50 લોકો સાથે ગ્રૂપ કોલિંગ કરી શકે છે. આ ફીચર ફક્ત વેબ વર્ઝન પર ઉપલબ્ધ છે. યુઝર્સ તેનો ઉપયોગ મોબાઇલ પર કરી શકતા નથી. ઉપરાંત યુઝર્સ તેનો ઉપયોગ કરવા માટે ફેસબુક મેસેંજરની જરૂર પડશે, કારણ કે વોટ્સએપમાં ફક્ત મેસેંજર રૂમ્સ માટે એક શોર્ટકટ છે, અને તેના પર ક્લિક કરવાથી મેસેંજર એપ્લિકેશન ખુલે છે. જોકે, વોટ્સએપમાં ગ્રૂપ કોલિંગમાં ફક્ત 8 લોકો જ સાથે ભાગ લઈ શકશે.

હાલમાં જ વોટ્સએપ પર પ્રકાશિત એક અહેવાલ મુજબ, કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ લાવવા જઈ રહી છે. આ અપડેટની મદદથી યુઝર્સ એક જ સમયે ચાર ડીવાઈસમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશે. હાલમાં વોટ્સએપનો ઉપયોગ મોબાઇલ અને વેબ વર્ઝન પર એક સાથે કરી શકાય છે.

દેવાંશી-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.