in ,

ગુજરાત વિધાનસભાનું સોમવારથી મળનારૂ સત્ર તોફાની રહેવાની શકયતા ?

  • 3 દિવસ ચાલશે વિધાનસભાનું શિયાળુ સત્ર
  • કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરશે
  • સત્રમાં 10 જેટલા વિધાયકો પર કરાશે ચર્ચા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આગામી સોમવારથી ત્રણ દિવસ માટે સત્ર મળશે. આ 3 દિવસનું સત્ર તોફાની રહેવાની શકયતા છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂત, મોંધવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દા ઉપર સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ આ સત્ર દરમિયાન રજૂ થનાર 10 જેટલા વિધેયકોને લઈને સત્ર લંબાવવા માટે કામકાજ સલાહકાર સમિતિ સમક્ષ રજૂઆત કરે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આગામી તા. 9, 10 અને 11 ડિસેમ્બર એમ ત્રણ દિવસના શિયાળુ સત્ર દરમિયાન 10 જેટલા વિવિધ કાયદાઓના સુધારા સરકારે હાથ પર લીધા છે. આ કાયદાઓમાં સુધારા સૂચવતા વિધેયકો પણ પસાર કરવામાં આવશે. તેમજ ગત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન દાખલ થઈ ચૂકેલા 4 વિધેયકો પર ચર્ચા બાકી છે તે તમામ વિધેયકો પર ચર્ચા હાથ ધરવામાં આવશે જેમાં ઈન્ડિયર ફોરેસ્ટ (સુધારા વિધેયક), ગુજરાત લેબર વેલફેર ફંડ (સુધારા) વિધેયક, ગુજરાત સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ વિધેયક અને આ વખતે નવા ચાર વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે જેની પરામર્શ રાજ્યના કાયદા વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. 3 દિવસની વિધાનસભાની કામગીરી દરમિયાન કોંગ્રેસ વિવિધ મોરચે રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ayodhya fallout: Jamiat sacks Dhavan but AIMPLB, three others retain

CBSE બોર્ડએ ઘોરણ 10 અને 12ની પરિક્ષાની પેટર્નમાં કર્યા ફેરફાર