1. Home
  2. Regional
  3. વડોદરાના પાદરામાં ગટરમાં ઉતરેલા સફાઈ કામદારને ગેસની અસર
વડોદરાના પાદરામાં ગટરમાં ઉતરેલા સફાઈ કામદારને ગેસની અસર

વડોદરાના પાદરામાં ગટરમાં ઉતરેલા સફાઈ કામદારને ગેસની અસર

0

વડોદરાઃ ડભોઇ પાસે ફરતીકૂઇની દર્શન હોટલમાં ખાળકુવો સાફ કરવા ઉતરેલા 7 સફાઇ કામદારોના મોતની ઘટનાની હજુ ભુલાઇ નથી. ત્યારે વડોદરા જિલ્લાના પાદરામાં ગટર સાફ કરવા ઉતરેલા એક હંગામી સફાઇ કામદારને ગેસ ગળતરની અસર થઇ હતી. સફાઇ કામદારને તુરંત જ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડભોઈની ઘટના બાદ તંત્ર હજુ નિદ્રાંધાન હોય તેમ સફાઈ કામદારોને સેફ્ટીના સાધનો વગર અંદર ઉતારવામાં આવતા હોવાનું ચર્ચાય રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા નગરપાલિકાની ગટર શાખામાં હંગામી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ બાબુભાઇ સહિત 4 સફાઇ કામદારો પાદરા સરદાર પટેલ શાક માર્કેટનાં ગેટ નં.3 પાસે આવેલા શૌચાલયની ગટરની સફાઇ કરવા માટે ગટર શાખાના અધિકારીની સૂચનાથી ગયા હતા અને સફાઇ માટે ઉતરેલા હંગામી સફાઈ કામદાર અશોકભાઈને ગેસ ગળતર થતાં તેમને ચક્કર આવતા બેભાન થઇ ગયા હતો. જેથી સાથી કામદારે તેમને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે સફાઇ કામદાર યુનિયનના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા. પાલિકા દ્વારા સફાઇ કામદારોને સેફ્ટીના કોઇ સાધનો આપવામાં નહીં આવતા હોવાના આક્ષેપો કર્યાં હતાં. ડભોઈની ગોઝારી ઘટના બની હોવા છતાં પણ પાદરા નગરપાલિકાના ગટર વિભાગના અધિકારી સફાઈ સેવકોને સેફટીના સાધનો કેમ પર્યાપ્ત કરાવતા નથી. આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ સફાઇ કામદારના યુનિયનના આગેવાનોએ કરી હતી.

LEAVE YOUR COMMENT