in ,

સુરતમાં આર્થિક ભીંસમાં ફસાયેલા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું

  • ઝેરી દવા ગટગટાવીને કરી આત્મહત્યા
  • ઝેરી દવા પીધા બાદ સંબંધીનો ફોન કરી જાણ
  • છેલ્લા કેટલાક મહિનાઓથી મળતુ હતું ઓછુ કામ

સુરતઃ ડાયમન્ડ નગરી ગણાતા સુરતમાં એક રત્ન કલાકારે આર્થિક ભીંસથી કંટાળીને ઝેરી ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પોતાના સંબંધીને ફોન કરીને જાણ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી પુરુ કામ નહીં મળતું હોવાથી રત્ન કલાકાર આર્થિક મુશ્કેલીમાં ફસાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય રાજુ નટવર હિરાનું કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. દરમિયાન યુવાને બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાજુભાઈનું મોત થયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. રાજુભાઈ છેલ્લા 15 વર્ષથી હીરામાં કામ કરતા હતા. મહિને 25 હજારનું કામ કરતા રાજુભાઈને છેલ્લા કેટલાક મહિનાથી મહિને માત્ર 10 હજારનું જ કામ થતું હતું. જેથી આર્થિક સંકડામણ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કેટલાક લોકો ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરીને કાશ્મીરમાં વ્યવધાન પેદા કરવા ચાહે છે : જનરલ બિપિન રાવત

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત