1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય મહિલાઓએ યુકેમાં ભારતનું નામ કર્યું રોશન, આ સિદ્ધિ કરી હાંસલ
ભારતીય મહિલાઓએ યુકેમાં ભારતનું નામ કર્યું રોશન, આ સિદ્ધિ કરી હાંસલ

ભારતીય મહિલાઓએ યુકેમાં ભારતનું નામ કર્યું રોશન, આ સિદ્ધિ કરી હાંસલ

0
  • ભારતીય મહિલાઓ કારકિર્દીમાં ભરી રહી છે ઊંચી ઉડાન
  • વૈશ્વિક સ્તરે દેશનું નામ કરી રહી છે રોશન
  • યુકેમાં ટોચના 50 એન્જીનિયર્સમાં 5 ભારતીય મહિલાઓ થઈ સામેલ

ભારતની મહિલાઓ હવે દિન-પ્રતિદિન તેમની કારકિર્દીમાં નવી ઉડાનો ભરી રહી છે અને મોટાભાગના ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરચો આપી રહી છે. વૈશ્વિક સ્તરે પણ ભારતીય મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે. ઇંગ્લેન્ડમાં એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરનારી ટોચની 50 મહિલાઓમાં ભારતીય મૂળની પાંચ પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પાંચ મહિલાઓમાં યુકે એટોમિક એનર્જી ઓથોરિટીમાં કામ કરતા ચિત્રા શ્રીનિવાસનની સાથોસાથ ખાનગી કંપનીમાં કામ કરતી રીતુ ગર્ગ, ડૉ. બરનાલી ઘોષ, અનુષા શાહ અને કુસુમ ત્રિખાનો સમાવેશ થાય છે. આ 5 મહિલાઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ચાલો આ પાંચ મહિલાઓની સિદ્ધિ પર કરીએ એક નજર.

ચિત્રા શ્રીનિવાસન ( કંટ્રોલ અને સોફ્ટવેર એન્જિનિયર)

શ્રીનિવાસન અને તેમની ટીમ ફ્યુઝન એનર્જીને ડેવલપ કરી છે, જેના થકી કાર્બન મુક્ત સ્ત્રોતમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકાય.

રિતુ ગર્ગ

રીતુ ગર્ગે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સની ફોર્મ્યુલા તૈયાર કરવામાં અને તેની ડિલિવરી માં મહત્વનું કામ કર્યું છે.

ડૉ. બરનાલી ઘોષ

યુએનના ટકાઉ વિકાસ ધ્યેયના આધારે તેઓ એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે જે ભૂકંપ ની સામે પણ ટક્કર ઝીલી શકે.

અનુષા શાહ

તેઓ કાર્બન નિષ્કાસન ની સાથે પર્યાવરણની જાળવણી સાથે વિકાસના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે.

કુસુમ ત્રિખા

તેઓ લાખો પાઉન્ડના નિમ્ન કાર્બન શક્તિના પ્રોજેક્ટમાં કાર્યરત છે.

મહત્વનું છે કે, મહિલા એન્જિયરિંગ સોસાયટી દ્વારા દર વર્ષે એન્જિનિયરિંગના ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓની પ્રતિભાના સન્માન માટે ટોચની 50 મહિલા એન્જિનિયર્સની યાદી બહાર પાડવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.