- ગ્રાઉન્ટ ઉપર માર્ચમાં જ રમાશે પ્રથમ મેચ
- ICC પાસે ગ્રાઉન્ડ પર મેચ રમવા માંગી મંજૂરી
- દુનિયાના સૌથી સ્ટેડિયમનું PM મોદી કરીશે ઉદ્ધાટન
- એશિયા ઈલેવન–વર્લ્ડ ઈલેવન વચ્ચે રમાશે મેચ
અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને નવુ બનવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. નવા મોટેરા સ્ટેડિયમું ઉદ્ધાટન માર્ચમાં મહિલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવું વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ માર્ચ 2020 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારે બીસીસીઆઈએ પણ આ ગ્રાઉન્ડમાં માર્ચમાં મેચ રમાડવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ મેચ માટે આઈસીસી પાસે મંજૂરી માંગી છે. નવનિર્મિત આ ગ્રાઉન્ડ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ રમાશે.
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર,‘અમે માર્ચ મહિનામાં આ મેચ યોજવા માગીએ છીએ. આ માટે આઈસીસીની મંજૂરી લેવી જરૂરી છે. અમને આ માટે મંજૂરી મળી જશે તેની આશા છે.’ ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદનું બીજું મોટું આયોજન રહેશે. આ અગાઉ ગાંગુલીએ અધ્યક્ષ બનવાની સાથે કોલકાતામાં ભારતની પ્રથમ-ડે નાઈટ મેચનું આયોજન કર્યું હતું. બીસીસીઆઈ હાલ ગુજરાત ક્રિકેટ એસો. પાસેથી સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર હોવાની રિપોર્ટ મળે તેની રાહ જોઈ રહ્યું છે.
નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. અંદાજિત રૂ.700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં 90,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે, જ્યારે મોટેરા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તો તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં કુલ 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ પહેલા જે જૂનુ મોટેરા સ્ટેડિયમ હતું તેમાં આશરે 54 હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા હતા. માર્ચ 2017માં આ સ્ટેડિયમને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.