in , , , ,

દેશમાં કોરનાના કેસનો આંકડો 5 લાખ 40 હજારને પાર- છેલ્લા 24 કલાકમાં જ સૌથી વધુ 21 હજાર કેસ

  • દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 21 હજાર કેસ
  • કોરોનાનો કહેર યથાવત
  • મહારાષ્ટ્રમાં સોથી વધુ કોરોનાના કેસ
  • કુલ કેસ 5 લાખ 40 હાજારને પાર
  • 24 કલાકમાં 390 લોકોના થયા મોત
  • કુલ મોતની સ્ખાય 16 હજાર 400ને પાર

સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે,અનેક રાજ્યોમાં કોરોનાનો કાળો કહેર વર્ચતાઈ રહ્યો છે,જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વિતેલા દિવસ રવિવારના રોજ માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે.જેના કારણે છેલ્લા 24 કલાકની અંદર જ દેશભરમાં સૌથી વધુ 21,203 કેસ નોંધાયા હતા તો સાથે 390 લોકો મોતને ભેટ્યા હતા,

પીટીઆઈની રાજ્યવાર કરેલ ગણતરી પ્રમાણે,દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5 લાખ 41 હજારને પણ પાર પહોંચી છે,તો સાથે કોરોનાના કારણે મરનારાની સંખ્યા16 હજાર 400ને પાર થઈ ચૂકી છે.478 થયો છે. તો બીજી એક સારી બાબત એ પણ છે કે,અત્યાર સુધી કોરોનાના કુલ 3 લાખ 20 હજાર 800થી પણ વધુ દર્દીઓ સાજા થયા છે,

દેશમાં કોરોનાનો રિકવરી રેટ 59.30 ટકા રહ્યો છે,જો કે કોરોનાના કેસની વધતી સંખ્યા સમગ્ર દેશવાસીઓ માટે એક ચિંતાનો વિષય છે,કોરોના કેસની વધવાની ગતિને જોતા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશે ડોર-ટુ-ડોર સરવે કરવાની જાહેરાત કરી છે. આ પહ્લા દિલ્હી, ગોવા, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોએ પણ આ સ્ટ્રેટેજી લાવવાની જાહેરાત કરી હતી.ત્યારે આ સમગ્ર બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ભલે 5 લાખ 41 હજારને પાર થઈ છે પરંતુ સ્થિતિ એટલી પણ ગંભીર નથી 5 લાખ 41 હજારમાંથી 3 લાખ 20 હજાર દર્દીઓ સાજા પણ થયા છે

તો તેની સાથે સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 2 લાખ 3 હજાર આસપાસ છે,કેટલાક રાજ્યોએ કોરોના સામે કડક પગલા ભર્યા છે ,તો આસામ રાજ્યમાં સ્થિતિ ગંભીર જોવાતા મુખ્યમંત્રી દ્રારા 29 જુનથી 12 જુલાઈ સુઘઈ કડક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેનો આજથી અમલ થશે,

સમગ્ર દેશમાં સૌથા વધુ કોરોનાના કેસની સંખ્યા મહારાષ્ટ્ રાજ્યમાં જોવા મળે છે, જ્યાં રવિવારના એક જ દિવસમાં સૌથી વધુ 5,493 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1 લાખ 64 હજાર 600ને પણ પાર થઈ ગઈ છે જ્યારે આ રાજ્યનો કુલ મૃત્યુઆંક 7429 થયો છે.

તમિલનાડુમાં વિતેલા દિવસે નવા 3 હજાર 940 કેસ સામે આવ્યા છે.તેની સાથે જ તમિલનાડુમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 82 હજાર 200ને પાર થઈ તો સામે મૃત્યુઆંક 1079 થયો છે.

ગુજરાતમાં રવિવારના રોજ નવા 624 કેસ સામે આવતાં કુલ કેસની સંખ્યા 31,397 અને મૃત્યુઆંક 1809 થયો,આંધ્ર પ્રદેશમાં નવા 813 કેસ સામે આવ્યા છે,જ્યારે પશ્ચિમ બંગાળમાં નવા કેસનો આંકડો 572 નોંધાયો
કર્ણાટકમાં પણ નવા 1,200 કેસ સામે આવતાં કુલ કેસની સંખ્યા 13,190 થઈ,આ સાથે જ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 5 લાખ 40 હજારનો આંકડો વટાવી ચૂકી છે.

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીનના 3.87 ટ્રિલિયન ડોલરના બીઆરઆઈ પ્રોજેક્ટ્સને લાગ્યો મોટો ઝટકો

કોરોનાવાયરસના સતત વધતા કેસ, લોકો માટે બની રહ્યા છે ચીંતાનો વિષય