1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સેનાએ PoKમાં કરેલું પરાક્રમ ઈમરાન ખાન પર ભારી- વિપક્ષ પાર્ટી ઈમરાન સરકારનો ઘેરાવો કરવાની તૈયારીમાં
ભારતીય સેનાએ PoKમાં કરેલું પરાક્રમ ઈમરાન ખાન પર ભારી- વિપક્ષ પાર્ટી ઈમરાન સરકારનો ઘેરાવો કરવાની તૈયારીમાં

ભારતીય સેનાએ PoKમાં કરેલું પરાક્રમ ઈમરાન ખાન પર ભારી- વિપક્ષ પાર્ટી ઈમરાન સરકારનો ઘેરાવો કરવાની તૈયારીમાં

0
  • સેનાના પરાક્રમથી ઈમરાનની મુશ્કેલી વધી
  • 27 ઓક્ટોબરે વિપક્ષ ઈમરાન ખાનને ઘેરશે
  • ઈમરાન ખાન પર વિપક્ષનો પ્રહાર
  • ઈમરાન ખાન પર વોટ સાથે ચેડા કરવાનો આરોપ

નવાઝ શરીફની પીએમએલ એન,આસિફ અલી જરદારીની પીપીપી અને મૌલાના ફઝલૂ રહમાનની  જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટી 27 ઓક્ટોબરના રોજ ઈમરાનખાનને આડે હાથ લેશે અને તેમના પાસે જવાબ માંગશે, પાર્ટીઓના નેતાઓએ ઈમરાન ખાન પર વોટિંગમાં છેડખાની કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ભાતીય સેનાના મોટા પરાક્રમને લઈને ઈમરાન ખાન ફરી એકવાર વિપક્ષના ઘેરાવામાં આવ્યા છે,ભારત તરફથી થયેલી સેનાની કાર્યવાહીને રોકવામાં નિષ્ફળ થવાથી લઈને વિપક્ષદળે 27 ઓક્ટબરે ઈસ્લામાબાદમાં પ્રઘાનમંત્રી ઈમરાન ખાન પર નિશાન સાધવાના છે,જેમાં કુલ દસ લાખ લોકો હાજર રહેવાની માહિતી મળી છે.અને જો આ વાત સાચી સાબિત થશે તો ઈમરાનખાનની સરકાર માટે આ અત્યાર સુધીનું સૌથી મોટુ વિરોધ પ્રદર્શન હતા.

ભારતીય સેનાના જવાનોએ રવિવારના રોજ પીઓકેમાં આતંકવાદીઓનવા 3 ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા, જેમાં કેટલાક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે,જે માટે સેનાએ આર્ટિલરી ગનનો પયોગ કર્યો હતો.સેનાના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે,આગળ પણ ભારતીય સેનાના જવાનો આ પ્રકારના પરાક્રમ કરીને પાકને વળતો જવાબ આપશે,ત્યારે હવે  વાતને લઈને ઈમરાનખાનની સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ શકે છે.

આ ઉપરાંત ઈમરાન ખાન પર વોટિંગમાં છેડખાની કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે,વિપક્ષનું માનવું છે કે ઈમરાન ખાને ખુફીયા તંત્રની મદદથી વોટબેંકમાં ગડબડી કરી અને સરકાર બનાવવાના કામમાં સફળ રહી. ત્યારે હવે ઈમરાન સરકાર વિપક્ષને મનાવવાનો પ્રયાસ કરી રહી છે

એક રિપાર્ટમાં વહીવટ તંત્રએ વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને લખ્યું છે કે ઈમરાન ખાન અને તેના પ્રધાનો આ વિરોધથી ખૂબ ડરી ગયા છે. વિરોધ પ્રદર્શનના નેતાઓને પણ આ પ્રદર્શન બંધ કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદ પછી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને ચર્ચિત રાખવાના પ્રયત્ન કરી રહ્યું છે. ઇમરાન ખાને પોતાના પક્ષના નેતાઓ અને કાર્યકરોને દર અઠવાડિયે સ્વતંત્રતા પદયાત્રા યોજવા માટે જણાવ્યું  છે, પરંતુ રવિવારે પીઓકેમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૈનાના જવાનોની કાર્યવાહી પછી પાકિસ્તાનના લોકોનું ધ્યાન આઝાદી યાત્રાથી ખસીને પીઓકે તરફ વળ્યું છે.



LEAVE YOUR COMMENT

Your email address will not be published.