REGIONALગુજરાતી

ગુજરાતમાં કાયદેસરની ગન રાખવાનું ચલણ વધ્યું

  • 5 વર્ષમાં 9387 ગનનું વેચાણ
  • અમદાવાદમાં સૌથી વધારે 1340 ગનનું વેચાણ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પરવાનાવાળા હથિયારનું ચલણ વધ્યું છે. રાજ્યમાં પાંચ વર્ષના સમયગાળામાં 9387 ગનનું વેચાણ થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 1340 અને રાજકોટમાં 1161 ગન લોકોએ વસાવી છે. સેલ્ફ પ્રોટેક્શન અને ક્રોપ પ્રોટેક્શન માટે લોકો ગન ખરીદતા હોવાનું સામે આવ્યું છે. આમ બંદૂકના વેચાણમાં 118 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત માર્ચ 2019 સુધીમાં 1700 ગનના લાઈસન્સ ઈસ્યુ કરાયા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 15 ટકાથી વધારે લોકોએ સેલ્ફ પોટેક્શન અને ખેતરમાં ઉભા પાકને પશુઓથી બચાવવા માટે આપવામાં આવ્યાં હતા. જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકોને પોતાના સ્વરક્ષણ માટે હથિયારના પરવાના આપવામાં આવ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર 1લી જુલાઈ 2014થી 30મી જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગનનું વેચાણ થયું છે. અમદાવાદ 1,340, રાજકોટમાં 1161, કચ્છમાં 598, જામનગરમાં 543, સુરતમાં 308 અને વડોદરામાં 391 બંદૂકનું વેચાણ થયું છે. સેલ્ફ પ્રોટેક્શન અને ક્રોપ પ્રોટેક્શન માટે લોકો સૌથી વધુ ગન ખરીદતા હોવાનું પણ સામે આવ્યું છે. બંદૂક ખરીદનારાઓની યાદીમાં ઉદ્યોગપતિઓ અને વકીલો સૌથી ઉપર છે.  ગુજરાતમાં વેચાયેલી બંદૂકોમાં 34 ટકા રિવોલ્વર અને 6.5 ટકા પિસ્તોલ છે. જોકે, 12 બોર ગન વેચાણનું 57 ટકા જેટલું છે. આ 12 બોર ગન સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે જ્યાં લોકો પાકની સુરક્ષા માટે લાઇસન્સ મેળવે છે.

Related posts
NATIONALREGIONALગુજરાતી

ભૂકંપથી ધ્રુુજી ભારતની ધરા, પાંચ મહિનામાં 413 વખત આવ્યા આંચકા

દિલ્હીઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન પાંચ મહિનાના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂકંપના 413…
Uncategorized

વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે

અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી…
REGIONALગુજરાતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે બનશે રોપ-વે, કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે…

Leave a Reply