in , , , , ,

ભારતીય વાયુસેનાની વધશે તાકાત – ફ્રાંસથી રાફેલ વિમાનને જુલાઈના એન્ડમાં ભારત લવાશે

  • જુલાઈની 27 તારીખે રાફેલ અંબાલા લવાશે
  • ભારચતીય પાયલોટ લાવશે ફ્રાંસથી રાફેલ
  • 4 થી 6 રાફેલ વિમાન લાવવામાં આવશે.
  • ફ્રાંસે તેના વાયદા મુબજ કોરોના સંકટમાં પણ સમયસર કાર્ય કર્યું

તાજેતરમાં ચીન સીમા વિવાદ વચ્ચે આપણા માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે ભારતીય વાયુસેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે,આવનારી 27 જુલાઈના રોજ રાફએલ લડાકુ વિમાનનું પહેલું શિપમેન્ટ ભારતીય વાયુસેનાને મળશે,મળતી માહિતચી મુજબ જ ભારતીય પાયલોટ દ્રારા ફ્રાંસથી અંબાલા એરબેઝ સુધી 4 થી 6 રાફેલ વિમાન લાવવામાં આવશે.

હવે ગેમચેન્જર શસ્ત્રોની ડિલિવરીનો સીલસીલો ભારતમાં શરૂ થઈ ચૂક્યો છે. Scalp અને Meteor મિસાઇલોની ઈન઼્ડિયામાં ડિલિવરી શરૂ કરવામાં આવી ગઈ છે.મળતી માહિતી પ્રમાણે ભારતીય વાયુ સેનાની ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન ઓગસ્ટમાં રાફેલ વિમાન સાથે મોર્ચો સંભાળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ રાફેલ વિમાનને ફ્રાન્સથી ભારતીય પાઇલટ્સ મારફત જ ભારત લાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,રાફેલ વિમાનને ભારત લાવવા માટેએક સ્ટોપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કે રાફેલ વિમાન ફ્રાન્સથી ઉપડ્યા બાદ યુએઈના અલ દફરા એરબેઝ પર લેન્ડ કરશે. જ્યા ઇંધણ સહીતની તમામ તકનીકી ચકાસણી કર્યા બાદ જ રાફેલ વિમાનને સીધા ભારત માટે ઉડાન કરાવાશે. અહીથી તે સીધા અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે.

આ બાબતે રક્ષામંત્રી રાજનાથસિંહે 2જી જૂનના રોજ ફ્રાંસના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે સાથે વાતચીત પણ કરી હતી. આ સમય દરમિયાન, ફ્રાંસે ખાતરી આપી હતી કે ભારતને રાફેલ લડાકુ વિમાનની ડિલિવરી સમયસર થશે, કોરોના સંકટની અસર તેની ડિલ્વરી પણ નહી પડે.

આ સાથે જ 2022મા 36 રાફેલ વિમાનોની ડિલિવરી કરવામાં આવશે. રાફેલ વિમાનનો પહેલો સ્ક્વોડ્રોન અંબાલા ખાતે, જ્યારે બીજો સ્ક્વોડ્રોન પશ્ચિમ બંગાળના હસિમારા ખાતે તૈનાત કરવામાં આવશે.માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના સંકટને કારણે રાફેલ વિમાનોની ડિલિવરીમાં વિલંબ થશે, પરંતુ ફ્રાન્સે સમયસર ડિવેલરી કરવાનું નક્કી કર્યું હતું અને તેજ રીતે તેઓ સપ્લાય સમયસર કરી પણ રહ્યા છે

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ

એક્સપર્ટનો દાવો- કોરોનાને જતા લાગી શકે છે 2 વર્ષ જેટલો સમય