in ,

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સિગ્નલ પર લગાવાશે સેન્સર

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી વકરી છે. તેમજ ટ્રાફિક ચાર રસ્તા ઉપર ગણતરીની સેકન્ડ માટે ગ્રીન લાઈટ થતી હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ મનપા દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સેન્સર આધારિત સિગ્નલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકોને લાંબો સમય સુધી ચાર રસ્તા ઉપર ઉભા રહેવુ નહીં પડે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ટ્રાફિક નિયમન માટે દરેક મોટા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. પરંતુ એક તરફ સિગ્નલ ચાલુ હોય પણ કોઇ વાહનની અવરજવર ન હોય તો પણ અન્ય વાહનચાલકોએ રોકાઈ રહેવું પડે છે. આ સ્થિતિ નિવારવા મ્યુનિ.એ પ્રાયોગિક ધોરણે 10 સિગ્નલ સેન્સર આધારિત બનાવ્યા છે. આ ઉપરાંત વાહન પસાર થવા માટે સિગ્નલ પરના સમયમાં રહેલી કેટલીક વિસંગતિ દૂર કરવા મ્યુનિ.એ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં 10 જગ્યાએ સેન્સર આધારિત સિગ્નલ લગાવવામાં આ‌વશે અને તેનું ઓટોમાઇઝેશન કરવામાં આવશે. જેમાં જે તરફ ટ્રાફિક વધારે હોય તે દિશા વધારે સમય ખૂલશે, તેમજ ઓછો ટ્રાફિક હોય ત્યાં આ પદ્ધતિથી ઓછો સમય લેશે.

અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા, પરિમલ ગાર્ડન ચાર રસ્તા, આંબાવાડી સર્કલ, સી.એન.વિદ્યાલય, નહેરુનગર, શિવરંજની, જોધપુર સર્કલ, સ્ટાર બજાર સર્કલ, રામદેવનગર અને ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવા સેન્સરવાળા સિગ્નલ લવાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેન્સરનો ત્રિજ્યા 8 ફૂટ સુધી કવર કરશે. જો 8 ફૂટના દાયરામાં એક પણ વાહન 3 સેકન્ડ સુધી નહીં આવે તો સિગ્નલ ઓટોમેટિક યલો થયા બાદ રેડ થઇ જશે. જો વાહનનો ફ્લો વધારે હોય તો નિયત સમયની 50 સેકન્ડ બાદ સિગ્નલ યલો થઇ બંધ થઇ જશે. આ સમગ્ર પ્રકિયા ગ્રીન કોરિડોર રહેશે. પરિમલ ગાર્ડનથી કોઇ વાહન નીકળે તો તેને પંચવટી સર્કલ સુધી જેટલો સમય લાગે તેટલો ગણી સામે પંચવટીનું સિગ્નલ ખુલ્લું રહેશે. જેથી વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા રહેવુ નહીં પડે. દસ સિગ્નલ બાદ શહેરના અન્ય ચાર રસ્તા ઉપર પણ આવી રીતે સિગ્નલને અપગ્રેડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઈમરાનખાનના અશિષ્ટાચારથી પાકિસ્તાનની ઓકાત દુનિયાની સામે આવી, આખી દુનિયામાં ઉડી રહી છે મજાક

SCOમાં નેતાઓનું ફોટો સેશન, મોદી-ઈમરાન પણ હતા હાજર