in ,

પોરબંદરમાં ભુતેશ્વર મહાદેવ મંદિર દરિયાના મોજાથી ધરાશાયી

રાજકોટ : અરબી સમુદ્રમાં સહર્જાયેલું વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છે અને વાવાઝોડુ પોરબંદર નજીકથી પસાર થવાની શકયતા છે. વાવાઝોડાને પગલે દરિયો ગાંડો બન્યો છે અને ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરની જૂની દીવાદાંડી નજીક ભુતેશ્વર મહાદેવનું મંદિર દરિયાના મોજાના કારણે ધરાશાયી થયું હતું.

દીવમાં પણ દરિયાના પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે. દીવ ચોપાટી પર દરિયો ગાંડોતૂર બન્યો છે. દીવના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તો ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે.  આ ઉપરાંત જૂનાગઢના માંગરોળના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. હોલિ-ડે કેમ્પ પાસે દુધેશ્વર મંદિરમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. કાંઠાના મકાનો ઉપરથી મોજા ઉછળી રહ્યા છે. વેરાવળ બંદર પર દરિયો તોફાની બનતાં ત્રણ ફિશિંગ બોટ કાંઠા પર ફંગોળાઈ ગઈ હતી. તો મહુવામાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો દ્રારકાનો દરિયો પણ ગાંડોતૂર બનતાં દરિયાના પાણી જેટી પર ફરી વળ્યા છે.

પોરબંદર દરિયામાં પણ ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. જૂની દીવાદાંડી નજીક આવેલા ભુતેશ્વર મહાદેવ મંદિરને પણ ઉંચા મોજા અથડાયા હતા. જેથી મંદિર ધરાશાયી થયું હતું. તેમજ મંદિરનો તુટેલો મોટાભાગનો હિસ્સો દરિયામાં તણાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ખોટા સવાલને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા NEET સ્ટૂડન્ટ્સ, શુક્રવારે થશે સુનાવણી

અનંતનાગમાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થવાનો મામલો, ગૃહ સચિવ સાથે DG CRPFની બેઠક