1. Home
  2. ગુજરાતી
  3. સુલેમાનીના મોત બાદ ફરી બગદાદ સ્થિત અમેરીકી દુતાવાસ પાસે એક મહિનામાં ત્રીજીવાર હુમલો
સુલેમાનીના મોત બાદ ફરી બગદાદ સ્થિત અમેરીકી દુતાવાસ પાસે  એક મહિનામાં ત્રીજીવાર હુમલો

સુલેમાનીના મોત બાદ ફરી બગદાદ સ્થિત અમેરીકી દુતાવાસ પાસે એક મહિનામાં ત્રીજીવાર હુમલો

0
  • સુલેમાની મોત પછી બગદાદમાં અમેરીકી દુતાવાસ  પાસે ફરી હુમલો
  • યૂએસ દૂતાવાસ પાસે રોકેટ મારફત અટેક
  • આ પહેલા પણ ગ્રીન ઝોનમાં અટેકની ઘટના બની હતી

ઈરાકની રાજઘાની બગદાદમાં સોમવારની મઘ્યરાત્રીએ હાઈ-સિક્યોરિટી ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ પાસે ત્રણ રોકેટ ત્રાટકવામાં આવ્યા હતા,સુરક્ષા સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યા આ હુમલો કરવામાં આવ્યો છે તે સ્થળ બગદાદના સૌથી વઘુ સુરક્ષાવાળા ગ્રીન ઝોમમાં સ્થિત છે.

હાલ તો,જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી,તે ઉપરાંત હવાઈ હુમલો થતાની સાથે સુરક્ષા અલાર્મ વાગવાનું શરુ થઈ ગયું હતું,આ હુમલો રોકેટના માઘ્યમથી બગદાદની બહાર ઝફરનિયાહજીલ્લાથી લોન્ચ કરવામાં આવ્યો હતા.

આ પહેલાં પણ બગદાદમાં અમેરિકન એમ્બેસી પાસે જાન્યુઆરીના મહિનામાં જ  રોકેટના માઘ્યમથી હુમલો કરવામાં આવ્યો હતો ઈરાકમાં આવેલા અમેરિકાના બે સૈન્ય બેઝ પર 22 મિસાઈલો વડે ઘાતક હુમલો કરાયો હતો,જેમાં અનેક સૈનિકો ઠાર થયા હતા,જો કે અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ આ સૈનિકોના મોતના સમાચારને નકાર્યા હતા.

ઈરાની જનરલ કાસીમ સુલેમાનીના મોત પછી ઈરાન સતત અમેરીકા સાથે બદલો લેવાના ફીરાકમાં છે,આ પહેલા  જાન્યુઆરીની 4  તારીખના રોજ અમેરીકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો,ત્યાર બાદ અમેરીકી ઠેકાણાઓ પર 6 જાન્યુઆરીના રોજ રોકેટના માઘ્યમથી હુમલો કરાયો હતો.

8 જાન્યુઆરીએ, અલ-અસદ અને ઇરબિલના બે સૈન્ય મથકો પર ડઝનેક બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી,ત્યાર બાદ ફરી 13 જાન્યુઆરીએ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો. તે સાથે જ 15 જાન્યુઆરીના રોજ, ઇરાકી એરબેઝ પર એક વખત ફરી રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્યારે હાલ  ગ્રીન-ઝોન પર કરવામાં આવેલા હુમલા માટે અમેરિકાએ ઈરાન સમર્થિત અર્ધસૈનિક જુથો પર આરોપ લગાવ્યા છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.