in ,

ચીનમાં એક એક ક્ષણે કોરોના વાયરસનો ખતરોઃ-માત્ર 24 કલાકની અંદર જ 143ના મોત

  • ચીનમાં કોરોનાનો કહેર
  • અત્યાર સુધી 67535 લોકો કોરોનાની ઝપેટમાં
  • હુબેઈમાં 2 કલાક માંજ 139ના મોત

તાજેતરમાં ચીન દેશ કોરોનાની ઝપેટમાં આવ્યું છે,કોરોના વાયરસથી અત્યાર સુધી 1523 લોકોના મોત થઈ ચૂક્યા છે.જેમાં માત્ર શુક્રવારના રોજ 143 લોકોએ જીવ ગુમાવ્યા છે,ચીનના વુહાન પ્રાંતમાં નવી બનાવેલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી પીડિત 1 હજાર દર્દીઓને ભરતી કરવામાં આવ્યા છે.

કોરાનના વાયરસનું મધ્યસ્થાન રહેલા હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2420 બીજા લોકોને પણ ઝપેટમાં લીધા છે.ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારીઓએ કહ્યુ કે, શુક્રવારના રોજ હુબઈ પ્રાંતમાં આ બિમારીના કારણે 139 લોકોના મોત થયા છે,જ્યારે હેનાનમાં 2 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે.

રાજધાની બીઝિંગમાં એક વ્યક્તિ આ બિમારીની ઝપેટમાં જાન ગુમાવી ચૂક્યો છે.તે સાથે જ ચોંગચિંગમાં પણ એક વ્યક્તિ મોતને ભેટ્યો છે,આ માત્ર શુક્રવારના રોજ 143 મોતનો આંકડો રહ્યો હતો.જ્યારે આ સાથે જ કુલ મોતનો આકંડો 1523 છે.

ચીનના વુહાનમાં નવનિર્મિત હવોશેનશાન હોસ્પિટલમાં ભરતી નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચી ચૂકી છે,કોરોનાનો પ્રકોપ થંભવાનું નામ નથી લઈ રહ્યો.કોરોનાનો કહેર વર્તાતા તાત્કાલિક નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

13 ફેબ્રુઆરીના રોજ બપોર બાદ પ્રથમ વખતના સમૂહના 7 દર્દીઓ સ્વસ્થ્ય જોવા મળ્યા હતા.આ સાથે જ હોસ્પિટલ દરેક દર્દીઓ માટે ખાસ દેખરેખ રાખી રહી છે.આ દેખરેખમાં ભોજનથી લઈને જીવન ચર્ચા સુધીનો સમાવેશ થાય છે.

(સાહીન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

શાળાના વિદ્યાર્થીઓ હવે ડિજીટલ ટેકનોલોજીની મદદથી ઘરે પણ મેળવશે શિક્ષણ

CORONA VIRUS: જાપાન ખાતે જહાજમાં ફસાયેલા કોરોનાગ્રસ્ત ભારતીયોને પાછા લાવવાની તૈયારી