1. Home
  2. revoinews
  3. યૂજીસી એ યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા અંગે દિશા-નિર્દેશ જારી કર્યા
યૂજીસી એ યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા અંગે દિશા-નિર્દેશ જારી કર્યા

યૂજીસી એ યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા અંગે દિશા-નિર્દેશ જારી કર્યા

0
  • યૂજીસી એ દિશા-નિર્દેશ જારી કર્યા
  •  યૂનિવર્સિટી અને કોલેજોને ફરીથી ખોલવા અંગેના દિશા નિર્દેશ
  • કોરોનાના કારણે અનેક ઘોરણોનું કરવું પડશે પાલન
  • પ્રતિબંધિત વિસ્તારોમાં નહી ખુલે શૈક્ષિક સંસ્થાઓ
  • રાજ્ય સરકારોના નિર્ણય પ્રમાણે વર્ગો શરુ કરવામાં આવશે.

દિલ્હી- કોરોના મહામારીને કારણ છેલ્લા કેટલાક મહિનાઓથી શાળાઓ કોલેજો અને યૂવર્સિટીઓ બંધ રાખવામાં આવી હતી, પરંતુ ધીરે ધીરે અનલોક થતાની સાથે અને કોરોનાનો માર ઓછો થતા અનેક શિક્ષણ સંસ્થાઓ ફરીથી ખિલવા લાગી છે, ત્યારે હવે યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ દેશભરની યૂનિવર્સિટીઓ અને કોલેજોને ફરીથી ખોલવા માટે ગુરુવારના રોજ દિશા-નિર્દેશ જારી કર્યા,

કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય કેન્દ્રીય ભંડોળવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિસરોને ફરીથી ખોલવાનો નિર્ણય તેમના વાઇસ ચાન્સેલરો અને પ્રમુખોન પર છોડવામાં આવ્યો છે.જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, સંબંધિત રાજ્ય સરકારોએ રાજ્યોની યુનિવર્સિટીઓ અને કોલેજો ખોલવા બાબત માટે નિર્ણય લેવો પડશે.

આ જારી કરવામાં આવેલા દિશો નિર્દેશો પ્રમાણે રાજ્યોની યૂવર્સિટિઓ અને કોલેજો સહીત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે સંબંધિત રાજ્ય સરકારોના નિર્ણય પ્રમાણે વર્ગો શરુ કરવામાં આવશે.

યુનિવર્સિટીઓ અને કોલેજોને કહેવામાં આવ્યું છે કે, તબક્કાવાર કેમ્પસ ખોલવાની યોજના બનાવે અને કોરોના વાયરસના ધોરણોનું પાલન કરતી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવા કહેવામાં આવ્યું છે.જેમાં સામાજિક અંતર, જાળવવું અને માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત છે.

આ સાથે જ વી શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની પરવાનગી આપવામાં આવશે કે જે પ્રતિબંધિત વિસ્તારથી બહાર હશે,આ સિવાય પ્રતિબંધિત વિસ્તારોમાં રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંસ્થાઓમાં આવવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહી.  સાથે જ તમામા કર્મીઓને કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધિત વિસ્તારોની મુલાકત ન લે,તેથી ખાલસ વાત કે આરોગ્ય સેતુએપ તમામએ રાખવી પડશે,

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT