in , ,

ભારત બાદ હવે અમેરિકાએ ચીનની બે કંપનીઓને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

  • અમેરિકામાં બંને કંપનીઓના વેપાર પર પ્રતિબંધ
  • US ફેડરલ કોમ્યુનિકેશન કમિશને મતદાનથી કર્યો નિર્ણય

દિલ્હીઃ ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાઈનાની 59 જેટલી મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચીન આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ અમેરિકાએ પણ એક મહત્વનો નિર્ણય લઈને ચીનને વધુ એક ફટકો આપ્યો છે. અમેરિકાની સરકારે ચીનની બે કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી છે. જેમાં Huawei ટેક્નોલોજી અને ZTE કોર્પ સામાવેશ થાય છે. યુએસ ફેડરલ કોમ્યુનિકેશન કમિશને 5-0થી મતદાન કરીને ચીનની આ બે કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી હતી. હવે અમેરિકામાં આ બંને કંપનીઓ પર વેપાર કરવા સામે પ્રતિબંધ લાગ્યો છે.

અમેરિકાની સરકારે ચાઈનાની આ બંને કંપનીઓ સાથે કરાર કર્યો હતો જેમાં 8.3 બિલિયન ડોલરનો સામાન ખરીદવાનો હતો પરંતુ હવે તેના ઉપર પણ રોક લાગી ગઈ છે.US ફેડરેલ કોમ્યુનિકેશન કમિશને જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી આ બંને ચાઈનીઝ કંપનીઓના ઈક્વિપમેન્ટ્સ હટાવવા પડશે. યુએસ ફેડરેલ કોમ્યુનિકેશન કમિશનના નિર્ણય સામે ચીનની બંને કંપનીઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે મે મહિનામાં એક આદેશ પસાર કર્યો હતો જે મુજબ જે પણ કંપની દેશની સુરક્ષા સામે જોખમી હશે તેની સાથે કોઈ પણ પ્રકારનો ટેલિકોમ્યુનિકેશન વેપાર થશે નહીં. અમેરિકા પ્રશાસનનો પહેલેથી એક ચાઈનીઝ કંપની સાથે વિવાદ ચાલી રહ્યો છે અને તેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવેલી છે. 

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગરીબોને હવે નવેમ્બર સુધી નિ:શુલ્ક અનાજ મળશે, ઘઉં-ચોખા ઉપરાંત આ વસ્તુ પણ મળશે

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ ઘટ્યાં, સુરતમાં પોઝિટિવ કેસમાં વધારો