BUSINESSImportant StoriesINTERNATIONALTrumpગુજરાતી

ટ્રંમ્પનું ચીન મુદ્દે વલણ સ્પષ્ટ, કહ્યું કોરોનાવાયરસ મુદ્દે બે મત નથી

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફરીવાર કોરોનાવાયરસને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તેમાં કહ્યું કે તેઓએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કોઈ વાતચીત કરી નથી અને હાલ કોઈ પ્લાનિંગ પણ નથી. કોરોનાવાયરસના ફેલાવા મુદ્દે પણ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું કે તેમાં બે મત નથી કે વાયરસ ચીનના કારણે ફેલાયો છે

જ્યારથી કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ત્યારથી લઈને આજ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને અમેરિકા સેક્રેટરી ચીન પર અનેક પ્રહારો કર્યા છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોને શંકા છે કે કોરોનાવાયરસ ચીન દ્વારા જ ફેલાવવામાં આવ્યો છે અને આ મુદ્દે તપાસની પણ માગ કરી છે.   

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તો ત્યાં સુધી પણ ચીન પર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે કોરોનાવાયરસ માટે ચીન જ જવાબદાર છે. ટ્રમ્પના મત પ્રમાણે વાયરસ ચીનના વુહાન શહેરમાંથી જ ફેલાયો છે.

કોરોનાવાયરસના ફેલાવાથી અકળાયેલા ડોનાલ્ડ ટ્રંપે WHO સાથેના સંબંધ પર પર પુર્ણવિરામ મુક્યો છે અને WHOની મેમ્બરશીપ છોડી દીધી છે. ડોનાલ્ડ ટ્રંપને WHO વિશે સવાલ પૂછતા તેઓ નારાજ થઈ ગયા હતા અને કહ્યું કે, WHO હકીકતમાં ચીનની કઠપૂતળીથી વધારે કઈ જ નથી. અમે ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે અને અમે અમારા લોકોને સુરક્ષીત રાખવા માંગીએ છીએ. અમેરિકા વેક્સિન પણ યોગ્ય સમય સુધીમાં તૈયાર કરી દેશે.

(VINAYAk)