in ,

અમદાવાદના કાલુપુરમાં મકાનની દિવાલ ધરાશાયીઃ એક વ્યક્તિને ઈજા

  • ફાયરબ્રિગેટની ટીમ ઘટના સ્થળે
  • ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
  • બે જર્જરીત ઈમારત વચ્ચેની દિવાલ થઈ ધરાશાયી

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરીત પાણીની ટાંકી અને મકાન ધરાશાયી થયાની ઘટના બાદ સફાલા જાગેલા મનપા તંત્ર દ્વારા શહેરમાં ભયજનક મકાન તોડી પાડવાનો નિર્ણય લીધો છે. દરમિયાન શહેરના કાલુપુર વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા મોહલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Howdy Modi પર પી.ચિંદમ્બરમે સાધ્યુ નિશાનઃકહ્યું,’ભારતમાં બેરોજગારીને છોડીને બધુ જ સારુ છે’

‘હાઉડી મોદી’ ની સફળતા પાકને ખુંચી, કહ્યું – ફ્લોપ શો