1. Home
  2. Regional
  3. રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ
રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

0

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નશીલા પદાર્થોની હેરાફેરીની વધી છે. દરમિયાન રાજકોટમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધી હતી. આ જથ્થો ક્યાંથી લાવી તે અંગે પોલીસે કવાયત આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવપરા નજીક વિવેકાનંદનગરમાં રહેતી મહેમૂદા ઉર્ફે લાલુડી નામની મહિલા રિક્ષામાં ભક્તિનગર વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે પેટ્રોલીંગ કરતી પોલીસે બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળી રિક્ષા અટકાવી હતી. તેમજ મહિલાની તપાસ કરતા તેની પાસેથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરી હતી. તેમજ મહિલાના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા દરમિયાન પોલીસે રૂ. 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. આમ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં માદક દ્રવ્યોની હેરાફેરી વધી છે. બીજી તરફ પોલીસે પણ નશીલા પદાર્થોના જથ્થાને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે.  

tags:

LEAVE YOUR COMMENT