1. Home
  2. ગુજરાતી
  3. WHOએ કોરોના બાબતે કહ્યું-“સમગ્ર વિશ્વ હાલ ચિંતાજનક અને ડેન્જર તબક્કમાં પ્રવેશ્યું છે”
WHOએ કોરોના બાબતે કહ્યું-“સમગ્ર વિશ્વ હાલ ચિંતાજનક અને ડેન્જર તબક્કમાં પ્રવેશ્યું છે”

WHOએ કોરોના બાબતે કહ્યું-“સમગ્ર વિશ્વ હાલ ચિંતાજનક અને ડેન્જર તબક્કમાં પ્રવેશ્યું છે”

0
  • WHOની ચેતવણી -વિશ્વ હાલ ખતરનાક તબક્કમાં
  • કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે
  • વિશ્વ માટે કોરોના હવે ચિંતાનો વિષય

હાલ સમગ્ર વિશ્વ કોરોના નામક મહામારી સામે લડી રહ્યું છે,જો કે હજુ કોઈ પણ દેશને તેમાં પુરી સફળતા મળી નથી,કોરોના વાયરસ એચટકવાના બદલે ફેલતો થયો છે,કોરોનાનું સંક્રમણ હવે ખતરનાક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે,દુનિયાના કેટલાક દેશોમાં તો કોરોનાએ કહેર જ વરસાવ્યો છે.કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો હજી પણ તેના સંક્રમણથી પીડાઈ રહ્યા છે.

ત્યારે હવે કોરોનાને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વ હાલ એક નવા અને ખતરનાક તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે. WHOના જણાવ્યા મુજબ ભલે વિશ્વન અનેક અને જુદા જુદા દેશોમાં આ કોરનાની મહામારી વિભિન્ન તબક્કામાં હોય પરંતુ વૈશ્વિક સ્તરની જો કોરોના બાબતે વાત કરવામાં આવે તો આ વાયરસના ફેલાવાની ઝડપ ખુબ વધી રહી છે જે એક ચિંતા જનક વિષય છે. WHOના ડીજી ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસે શુક્રવારના રોજ પોતાની વાતમાં કહ્યું હતું કે, કોરોના વાયરસ હાલ પણ ઝડપી ગતિથી વધી રહ્યો છે અને ફેલાઈ રહ્યો છે જો કે હજુ પણ ઘણા લોકો તેને લઈને ગંભીર જોવા મળતા નથી.

સ્વાસ્થ્ય સંસ્થાએ અંદાજે 3 સાડા 3 મહીના પહેલા કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી જો કે આટલા સમય વીત્યા બાદ પણ તેનો કહેર ચાલું જ છે,તેની સાથે જ વાયરસ ફેલાવાની ગતિમાં ઘટાડો પણ જોવા નથી મળતો તે ચિંતાની બાબત છે,તો હજી સુધી કોરોનાની કોઈ ચોક્કસ વેક્સિન પણ શોધાઈ નથી. લોકડાઉન બાદ કેસ વધવાની બાબતમાં વધારો થયો છે,

તમામ દેશઓ હાલ પોતાના દેશની અર્થ વ્યવસ્થાને લઈને ચિંતિંત છે જદેથી કરીને થોડા સમય પહેલા જ લોકડાઉન અનલોક કરવામાં આવ્યું છે પરંતુ આવી સ્થિતિમાં WHOએ આપેલી ચેતવણી પમુજબ સરકારોએ લોકડાઉન ખોલ્યા બાદ અચાનક મોટા પ્રમાણમાં નવા કેસો સતત ધડપથી નોંધાઈ રહ્યા છે.મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે હવે લોકોએ સતર્ક રહેવાની જરુર છે.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.