1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગ્રીન એનર્જીના હાથમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ, 2025 સુધીમાં આટલી વિજળીનું કરશે ઉત્પાદન
અદાણી ગ્રીન એનર્જીના હાથમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ, 2025 સુધીમાં આટલી વિજળીનું કરશે ઉત્પાદન

અદાણી ગ્રીન એનર્જીના હાથમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ, 2025 સુધીમાં આટલી વિજળીનું કરશે ઉત્પાદન

0
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વની સૌથી મોટી સોલાર ડેવલપમેન્ટ બીડ હાંસલ કરી 60 માસના ગાળામાં કુલ 8 ગીગાવોટ વીજળી આપશે.
  • માન. પ્રધાન મંત્રી શ્રી મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કરાયો તે પછીનુ એક જ યોજનામાં સૌથી મોટુ 6 અબજ ડોલરનુ મૂડીરોકાણ.
  • આ મૂડીરોકાણથી 4,00,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનુ નિર્માણ  થશે
  • જે રિન્યુએબલ એનર્જી પેદા થશે તેનાથી 900 મિલિયન ટન કાર્બન પેદા થતો અટકશે.
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની હાલમાં સંચાલન, નિર્માણ અથવા તો કરાર હેઠળ 15 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. આ યોજનાથી કંપની વર્ષ 2025 સુધીમાં 25 ગીગાવોટ  રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન હાંસલ કરવાની નજીક પહોંચશે. 

અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI)નો ઉત્પાદન સાથે સંકળાયેલ સોલાર કરાર એનાયત થયો છે. આ એવોર્ડના ભાગ તરીકે એજીઈએલ 8 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટસ વિકસાવવાની સાથે સાથે 2 ગીગાવોટ વધારાને સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાની સ્થાપના કરવાની અદાણીની જવાબદારી આપવામાં આવશે. વિશ્વમાં આ પ્રકારનો સૌથી મોટો એવોર્ડ જેનાથી એક જ યોજનામાં રૂ.45,000 કરોડ (6 અબજ ડોલર)નુ રોકાણ થશે તથા 4,00,000 લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે. આ ઉપરાંત પ્રોજેકટના જીવનકાળમાં 900 મિલિયન ટન કાર્બન પેદા થતો અટકશે.

આ એવોર્ડ હાંસલ થવાની સાથે એજીઈએલને સંચાલન, નિર્માણ અથવા તો કરાર હેઠળની 15 ગીગાવોટ ક્ષમતા પ્રાપ્ત થશે. અને વર્ષ 20205 સુધીમાં વિશ્વમાં 25,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પ્રોજેકટની ઉત્પાદન ક્ષમતા મેળવાની કરવાની મજલ શરૂ થશે અને જે આગામી 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ.1,12,000 કરોડ (15 અબજ ડોલર)નુ મૂડીરોકાણ કરવાની કટિબધ્ધતા ધરાવે છે.

પ્રધાન મંત્રી મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કર્યો તે પછીનુ એક જ યોજનામાં સૌથી મોટુ મૂડીરોકાણ બની રહેશે. ભારત જલ-વાયુ પરિવર્તન ક્ષેત્રે જે લડત આપી રહ્યું છે તે દિશામાં તથા ભારતના માનનિય વડા પ્રધાને વર્ષ 2015માં પેરિસમાં યોજાયેલ સીઓપી-21(COP 21) સમીટમાં વિશ્વ સમક્ષ દાખવેલી કટિબધ્ધતાને આગળ ધપાવતુ આ એક મહત્વનુ પગલું બની રહેશે.

આ એવોર્ડ હાંસલ કરવા અંગે પ્રતિભાવ આપતાં અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કે “સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI) આ સિમાચિન્હરૂપ એવોર્ડ માટે પસંદ કરીને અમારૂ સન્માન કર્યુ છે. વર્તમાન વિશ્વમાં હવામાનને સુસંગત ફેરફારો કરવાની બાબતને આર્થિક વિકાસની અગ્રતાઓથી  સ્વતંત્ર ગણી શકાય નહી. રોજગાર નિર્માણ અને કાર્બન મુક્તિ એ બંને સમાંતર ચાલતા ઉદ્દેશ છે. ભારતે વર્ષ 2015માં પેરિસ ખાતે યોજાયેલ યુનાઈટેડ નેશન્સની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં જલવાયુ પરિવર્તન ક્ષેત્રે બદલાવની આગેવાની લેવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને આજે તે COP 21ની  કટિબધ્ધતાનુ પાલન કરનાર વિશ્વના 8 રાષ્ટ્રોની યાદીમાં અગ્ર સ્થાને છે.”

રિન્યુએબલ પાવર એ વિશ્વના અત્યંત સ્વચ્છ અને અત્યંત કરકસરયુક્ત બળતણ બનવાની સંક્રાંતિમાં તે દેખીતુ પરિણામ છે અને અદાણી જૂથ એ મજલમાં મોખરાની ભૂમિકા બજાવવાનો ઈરાદો ધરાવે છે. આ એવોર્ડ દેશના જલ વાયુ પરિવર્તનના વચન સાકાર કરવામાં તેમજ રાષ્ટ્રના આત્મનિર્ભર ભારત અભિયાન માં એક મહત્વનુ કદમ બની રહેશે. અદાણી જૂથનુ રાષ્ટ્ર નિર્માણનુ સપનું સાકાર કરવામાં પણ તે વધુ એક કદમ બની રહેશે.

એવોર્ડ અંગે કરાર થયાના આધારે 8 ગીગાવોટનો સોલાર ડેવલપમેન્ટ પ્રોજેકટનો અમલ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે. પ્રથમ 2 ગીગાવોટની નિર્માણ ક્ષમતા વર્ષ 2022 સુધીમાં હાંસલ થશે અને બાકીની 6 ગીગાવોટ ક્ષમતા વાર્ષિક 2 ગીગાવોટના વધારા સાથે 2025 સુધીમાં સાકાર કરનાર આ પ્રોજેકટમાં વિવિધ સ્થળોનો સમાવેશ કરાયો છે. એમાં 2 ગીગાવોટના સીંગલ સાઈટ જનરેશન પ્રોજેકટનો સમાવેશ થાય છે જે વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલ સૌથી મોટા સીંગલ સાઈટ પ્રોજેકટ તરીકે ગણના પામશે. 2 ગીગાવોટના સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાલની 1.3 ગીગાવોટની ક્ષમતા સાથે વર્ષ 2020 સુધીમાં સ્થાપિત થશે અને તે જૂથની ભારતની સૌથી મોટી સોલાર ઉત્પાદન એકમ તરીકેનુ સ્થાન મજબૂત કરશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનુ બિઝનેસ મોડેલ ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝ સાથે લાંબા ગાળાના કોન્ટ્ર્ક્ટ પર ધ્યાન કેન્દ્રત કરે છે, જે ઝડપભેર મોટા પ્રોજેકટનુ  નિર્માણ કરે છે અને તે પછી ટોચની વિશ્વની સુસંકલિત એનર્જી કંપનીઓ સાથે સોલાર ડેવલપમેન્ટ પાર્ટનરશિપ્સ હાથ ધરીને તેમના કાર્બનના વ્યાપમાં ઘટાડો કરે છે. કંપનીએ બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં તેનુ જાહેરભરણુ આવ્યુ તે પછી ઝડપભેર આગળ ધપી રહી છે. આ નવો કરાર આ મેડેલને મજબૂત કરવામાં વધુ સહાય કરશે.

અદાણી ગ્રુપ અંગે :

અદાણી જૂથ એ 6 પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓમાં 22 અબજ ડોલરની માર્કેટ કેપિટલ સાથેનુ વિવિધીકરણ ધરાવતુ જૂથ છે. તેણે દેશવ્યાપી હાજરી સાથે વિશ્વ સ્તરના ટ્રાન્સપોર્ટ અને યુટિલીટી પોર્ટફોલિયોનુ નિર્માણ કર્યુ છે. અમદાવાદમાં વડમથક ધરાવતુ અદાણી જૂથ વિતેલાં વર્ષોમાં ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક્સ અને એનર્જી યુટીલિટી પોર્ટફોલિયો બિઝનેસમાં મોટા પ્રોજેકટ હાથ ધરીને વૈશ્વિક ધોરણ મુજબની ઓ એન્ડ એમ પ્રણાલી સાથે માર્કેટ લીડર તરીકેનુ સ્થાન હાંસલ કર્યુ છે. તેના ચાર આઈજી સંબંધિત બિઝનેસ સાથે તે ભારતની એક માત્ર ઈનફ્રાસ્ટ્રકચર ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ ઈસ્યુઅર છે. અદાણી તેની સફળતા અને મોખરાના સ્થાનનો યશ તેની મુખ્ય વિચારધારામાં સાતત્યપૂર્ણ વિકાસના માર્ગદર્શક સિધ્ધાંત તરીકે “ગ્રોથ ઓફ ગુડનેસ” આધારિત “રાષ્ટ્રનિર્માણ” ને આપે છે. અદાણી જૂથ વાતાવરણની સુરક્ષા ઉપર ઝોક દાખવીને તથા સાતત્ય, વિવિધતા અને મુલ્યોના આદાન પ્રદાન ધરાવતા કોર્પોરેટ સોશ્યલ રસ્પોન્સિબિલીટી પ્રોગ્રામ મારફતે સમુદાય સુધી પહોંચી પોતાની ઈએસજી ફૂટ પ્રિન્ટ વિસ્તારવાની કટિબધઘ્ધતા ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે :

અદાણી એનર્જી લિમિટેડ એ સંચાલન હેઠળના, નિર્માણથી રહેલા અથવા હાંસલ થયેલા પવન અને સૌર ઉર્જાના પ્રોજેકટસની 15 ગીગાવોટ ક્ષમતા સાથેની વિવિધીકરણ ધરાવતી કંપની છે, જે તેને વિશ્વની સૌથી મોટી સોલાર એનર્જી કંપની બનાવે છે. કંપની યુટિલીટી સ્કેલના ગ્રીડ સાથે જોડાયેલા સોલાર અને વીન્ડ ફાર્મ પ્રોજેકટસનો વિકાસ, નિર્માણ, માલિકી, સંચાલન અને માવજત કરે છે. કંપનીએ ઉત્પાદન કરેલી વીજળી ઈનવેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝને પૂરી પાડવામાં આવે છે.

અદાણી સોલાર અંગે:

અદાણી સોલાર (મુદ્રા સોલાર પીવી લિમિટેડ) એ અદાણી જૂથની  સોલાર પીવી ઉત્પાદન શાખા છે. અદાણી સોલાર ફોટોવોલેટીક મેન્યુફેકચરીંગની સાથે સાથે પ્રોજેકટ એન્જીન્યરીંગ, પ્રોક્યોરમેન્ટ, અને કન્સ્ટ્રકશનના તમામ બિઝનેસમાં વર્ટીકલી ઈન્ટીગ્રેડેટ બિઝનેસમાં વિવિધ સર્વિસીસ ઓફર કરતી પ્રથમ ભારતીય સોલાર ઉત્પાદક કંપની છે. તેનુ મલ્ટી-લેવલ ઈનફ્રાસ્ટ્રકચર ધરાવતુ  અદ્યતન ઉત્પાદન એકમ એક જ સ્થળે 3.5 ગીગાવોટ સેલ અને મોડ્યુલ ક્ષમતા ધરાવે છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.