in ,

રાજકોટમાં તસ્કરો બેફામ બન્યાં : ATM તોડીને કરી લાખોની ચોરી

રાજકોટઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ચોરી, લૂંટ, અપહરણ અને મારામારી સહિતના ગુનામાં વધારો થયો છે. દરમિયાન શહેરના જામનગર રોડ પર ખાનગી બેંકના એટીએમ સેન્ટર ઉપર ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ એટીએમ તોડીને અંદરથી રૂ. 11.55 લાખની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ આ બનાવની જાણ થતા બેંકના અધિકારીઓ પણ એટીએમ સેન્ટર દોડી ગયા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી ખાનગી બેંકનું એટીએમ તોડીને લાખોની ચોરી કરી હતી. અડધી રાત્રે બે શખ્સો નાગેશ્વર વિસ્તારમાં આવેલ એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા. જેના બાદ તેમણે ATMને કટર વડે તોડ્યું હતું. ATM તોડી તસ્કરોએ રૂ. 11.55 લાખ ચોરી કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ આરંભી હતી. પોલીસે એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની પણ તજવીજ આરંભી છે. એટીએમ સેન્ટર ઉપર કોઈ સિક્યુરિટી ગાર્ડ નહીં હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા હવે લૂંટારુઓ, ચોર ટોળકી બેફોખ બની રહી છે. દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારો પોલીસની પકડથી દૂર છે, જેને કારણે જાણે તેઓને ગુનો આચરવામાં છુટ્ટો દોર મળતો હોય તેવુ લાગી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ધાર્મિક ક્રીયા બાદ પૂજન સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો! તેનું ઊંડાણ પૂર્વક રિસર્ચ

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ઉંઝામાં અઢી ઈંચ વરસાદ