REGIONALગુજરાતી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સત્તાધીશો હવે ત્રીજી આંખથી રાખશે નજર

  • સમગ્ર પરિસરમાં લગભગ 3 હજાર CCTV કેમેરા લગાવાશે
  • રૂ. 4 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્મય
  • સીસીટીવી કેમેરા લગાવવા માટે ટેન્કર મંગાવ્યાં

અમદાવાદઃ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં 3 હજાર જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 4 કરોડ રૂપિયાના જંગી ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાની કામગીરી કરાશે. હાલ ટેન્ડર મંગાવવાની કામગીરી કરવામાં આવી છે.

સુત્રોના જમાવ્યા અનુસાર એમ.એસ.યુનિવર્સિટી સંકુલમાં હાલમાં 180 કેમેરા લાગેલા છે. યુનિવર્સિટી હેડ ઓફીસ, બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ, મુખ્ય કેમ્પસમાં કોર્મસ મેઇન, આર્ટસ,સાયન્સ, યુનિટ બિલ્ડિંગ, સી.વી.રામન બિલ્ડિંગ, ટેકનોલોજી ફેકલ્ટી, પોલીટેકનીક કોલેજ સહિત ના ભાગોમાં ખૂણે ખાંચરે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે. 4 કરોડના ખર્ચે 3 હજાર સીસીટીવી કેમેરા લગાવાશે. સીસીટીવી કેમેરા લગાવવામાં માટે સત્તાધીશોએ ટેન્ડર મંગાવ્યાં હોવાનું જાણવા મળે છે. આ મહિનાના અંતમાં ટેન્ડર ઓપન કરાશે.

આ પહેલા કેમ્પસમાં આધુનિક ટેકનોલોજી વાળા આઇપીએસ કેમેરા 180 લગાવવાનો પ્રોજેક્ટ પાય લોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. હાલના તબક્કે કેમ્પસની અંદર એને લોક બેઝ કેમેરા લગાવ્યા છે. જોકે તેની સંખ્યા પણ લગભગ ૩૦૦ જેટલી જ છે. હવે સત્તાધીશો નવી ટેકનોલોજી વાળા 3000 કેમેરા લગાવી કેમ્પસ નો ખૂણે ખૂણો કવર કરવા માંગે છે. તાજેતરમાં છ કરોડના વાઇફાઇ પ્રોજેક્ટ બાદ આ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. ટેન્ડર ઓપન થયા બાદ સિન્ડિકેટ દ્વારા મંજૂરી અપાશે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન…
REGIONALગુજરાતી

કોરોના વાયરસઃ અમદાવાદના કોટ વિસ્તાર અને વડોદરાના તાંદલજામાં BSF ઉતારાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યના હોટસ્પોટ વિસ્તારમાં બીએસએફની ટુકડીઓ ઉતારવામાં આવી છે. દરમિયાન અમદાવાદના કોટ…
REGIONALગુજરાતી

કોરોનાના કહેર વચ્ચે દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મળ્યાં હોવાની શંકા

અમદાવાદઃ દિલ્હીની નિઝામુદ્દીનમાં યોજાયેલી મરકઝમાં મોટી સંખ્યામાં તબલિગી જમાતના લોકો એકત્ર થયાં હતા. ત્યાર બાદ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે…

Leave a Reply