1. Home
  2. ગુજરાતી
  3. ‘શ્ર્વાન’ની સબરીમાલા મંદિરની તીર્થયાત્રા-આ શ્ર્વાને 480 કિલો મીટરની પદયાત્રા કરી
‘શ્ર્વાન’ની સબરીમાલા મંદિરની તીર્થયાત્રા-આ શ્ર્વાને 480 કિલો મીટરની પદયાત્રા કરી

‘શ્ર્વાન’ની સબરીમાલા મંદિરની તીર્થયાત્રા-આ શ્ર્વાને 480 કિલો મીટરની પદયાત્રા કરી

0
  • ‘શ્ર્વાન’ની સબરીમાલાની તીર્થયાત્રા
  • શ્ર્વાને 480 કિલોમીટરની પદયાત્રા પુરી કરી
  • 13 શ્રઘ્ઘાળુંઓની ટોળકીમાં એક ભક્ત ‘શ્વાન’
  • શ્વાનને બે વખત પગમાં ઈજા થઈ છતા પણ પદયાત્રા શરુ જ રાખી
  • શ્વાનની શ્ર્ધ્ધાનું જીવતુ જાગતું ઉદાહરણ

કેલરના શબરીમાલા મંદિરમાં દરવર્ષે આ સમયે તીર્થયાત્રાનો પ્રારંભ થાય છે,કેરલના આસપાસના વિસ્તારોથી માંડીને દેશભરમાંથી લાખો શ્રધ્ધઆળુંઓ આ મંદિરે ભગવાન શ્રીઅયપ્પાના દર્શન કરવા માટે આવતા હોય છે,ત્યારે આ વર્ષની શ્રઘ્ઘાળુંઓન એક ટોળકીમાં એક શ્વાન પણ જોડાયો છે.

આ વાત સાંભળતા તમને થોડુ અજુગતુ જરુર લાગશે,પરંતુ વાત તદ્દન સાચી છે,13 શ્રઘ્ઘાળુંઓની એક ટોળકી આંઘ્રપ્રદેશના તિરુમલાથી કેરલના સબરીમાલા મંદિરની તીર્થયાત્રા માટે રવાના થઈ હતી,આ ટોળકીએ 480 કિલો મીટરની યાત્રા પુરી કરી હતી,જો કે આ વાત તો થોડી સહજ લાગે, પરંતુ નવાઈની વાત તો એ હતી કે આ ટોળકીમાં એક શ્વાન પણ હતો,આ શ્ર્વાને પણ શબરીમાલા મંદિર જવા માટે યાત્રાળુંઓ સાથે મળીને 480 કિલો મીટરનું અંતર ખેડ્યું હતું.અને આ ટોળકીએ કુલ 540 કિલો મીટરનું અંતર ખેડવાનું છે,શ્વાનનો આ શ્રઘ્ઘાળુંઓની ટોળકીમાં કોઈ જ માલિક નથી છતા પણ શ્વાન આ ટોળકી સાથે ચાલ્યે જ જાય છે.

આ શ્ર્ઘાળુંઓની ટોળકીનું નેતૃત્વ કરી રહેલા રાજેશ ગોસ્વામીએ જણાવ્યું કે,”અમારી ટોળકીએ 3 ઓક્ટોબરના રોજ તિરુમલાથી તીર્થયાત્રાની શરુઆત કરી,અમે સતત ચાલતા જ રહ્યા,પહેલા તો અમે એ વાત પર ઘ્યાન જ ન આપ્યું કે,અમારા સાથે એક કુતરો પણ ચાલી રહ્યો છે,થોડી વાર પછી ખ્યાલ આવ્યો પરંતુ અમને એમ લાગ્યું કે તે થોડુ ચાલીને થાકી જશે, એટલે ત્યા જ અટકી જશે,પરંતુ  કુતરાએ તેની યાત્રા શરુ જ રાખી.જેમ જેમ અમે આગળ વઘતા ગયા તે પણ અમારા સાથે આગળ વધતો ગયો,તે સાથે આ કુતરાએ પણ 480 કિલો મીટરના રસ્તાની તીર્થયાત્રા કરી”

તેમણે વધુંમાં આ કુતરા વિશે વાત કરતા કહ્યું કે,”આ યાત્રા દરમિયાન  કુતરાને બે વખત પગમાં ઈજા પણ પહોંચી છે,અમે રસ્તામાં સ્થાનિક પશુ નિષ્ણાંતો પાસે તેની સારવાર કરાવી,ત્યાર બાદ ફરી તીર્થયાત્રા કાયમ કરી,અમને  લાગ્યું હવે આ કુતરુ હાર માની લેશે અને આગળ નહી વઘે,પરંતુ પગમાં ઈજા સાથે તે અમારા સાથે જ ચાલ્યો,અમે જે કંઈ ભોજન બનાવતા હતા તેમાંથી આ કુતરાને ખવડાવતા હતા”

ત્યારે નવાઈની વાત છે કે, આ શ્રધ્ધાળુંઓ આ યાત્રા પગપાળા જ કરે છે,પરંતુ આવી ઘટના પ્રથમવાર બની છે કે કોઈ શ્વાન પણ તેમના સાથે પગપાળા યાત્રા કરતો હોય, ગોસ્વામીએ કહ્યું કે,”અમારા માટે આ શ્વાનની તીર્થયાત્રા  નવાઈની વાત છે, અને નવો અનુભવ છે”,સોશિયલ મીડિયા પર આ શ્વાનની સબરીમાલા મંદિરની પદયાત્રા ખુબ જ વાયરલ થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.