1. Home
  2. Political
  3. ત્રીજો તબક્કો: 117 બેઠકો પર 63% વોટિંગ, પ.બંગાળમાં હિંસા છતાં 79% મતદાન
ત્રીજો તબક્કો:  117 બેઠકો પર 63% વોટિંગ, પ.બંગાળમાં હિંસા છતાં 79% મતદાન

ત્રીજો તબક્કો: 117 બેઠકો પર 63% વોટિંગ, પ.બંગાળમાં હિંસા છતાં 79% મતદાન

0

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 117 બેઠકો પર વોટિંગ પૂર્ણ થયું છે.  ત્રીજા તબક્કાના મતદાનમાં 117 બેઠકો પર સરેરાશ 63 ટકા વોટિંગ નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી હિંસા છતાં સૌથી વધુ 79 ટકા વોટિંગ થયું છે. ગુજરાતમાં સરેરાશ 60 ટકા વોટિંગ નોંધાયું છે. ચૂંટણી પંચના નવા આંકડા મુજબ આમા ફેરફાર થઈ શકે છે.

5 વાગ્યા સુધી 117 બેઠકો પર 61% વોટિંગ, પ.બંગાળમાં હિંસા છતાં 79% મતદાન થયું છે. ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા વોટિંગ નોંધાયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 67 ટકા વોટિંગ થયું છે. પહેલા તબક્કામાં 14 રાજ્યોની 114 બેઠકો પર વોટિંગ થયું હતું. બીજા તબક્કામાં સુરક્ષા કારણોથી ઈસ્ટ ત્રિપુરા બેઠક પર મતદાન થઈ શક્યું ન હતું. તેના પર હવે ત્રીજા તબક્કામાં વોટિંગ કરવામાં આવ્યું છે.

ક્યાં કેટલું મતદાન?

રાજ્ય (બેઠક) કુલ વોટિંગ
આસામ (4) 76%
બિહાર  (5) 60%
ગોવા (2) 71%
ગુજરાત (26) 60%
કાશ્મીર (1) 13%
કર્ણાટક (14) 64%
કેરળ (20) 70%
મહારાષ્ટ્ર (14) 56%
ઓડિશા (6) 58%
ત્રિપુરા (1) 78%
યુપી  (10) 58%
પ.બંગાળ (5) 79%
છત્તીસગઢ (7) 66%
દાદરા નગર હવેલી (1) 71%
દમણ દીવ (1) 65%
રાજ્ય (બેઠક) 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી
આસામ (4) 63% 74%
બિહાર  (5) 48% 55%
ગોવા (2) 59% 71%
ગુજરાત (26) 50% 59%
કાશ્મીર (1) 11% 13%
કર્ણાટક (14) 51% 61%
કેરળ (20) 57% 68%
મહારાષ્ટ્ર (14) 45% 55%
ઓડિશા (6) 47% 58%
ત્રિપુરા (1) 67% 71%
યુપી  (10) 47% 56%
પ.બંગાળ (5) 68% 79%
છત્તીસગઢ (7) 55% 64%
દાદરા નગર હવેલી (1) 57% 71%
દમણ દીવ (1) 55% 65%

ક્યાં કેટલું મતદાન?

રાજ્ય (બેઠક) 1વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી
આસામ (4) 47% 47% 62%
બિહાર (5) 37% 37% 47%
ગોવા (2) 37% 46% 59%
ગુજરાત (26) 31% 39% 50%
કાશ્મીર (1) 5% 10% 11%
કર્ણાટક (14) 31% 37% 50%
કેરળ  (20) 36% 40% 55%
મહારાષ્ટ્ર (14) 24% 32% 45%
ઓડિશા (6) 27% 33% 46%
ત્રિપુરા (1) 33% 45% 64%
યુપી (10) 29% 30% 47%
પશ્ચિમ બંગાળ (5) 45% 52% 68%
છત્તીસગઢ (7) 38% 43% 55%
દાદરા નગર હવેલી (1) 22% 37% 57%
દમણ દીવ (1) 41% 43% 55%

ક્યાં કેટલું મતદાન?

રાજ્ય (બેઠક) 10  વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી
આસામ (4) 12% 29% 29%
બિહાર (5) 13% 26% 26%
ગોવા (2) 12% 19% 28%
ગુજરાત (26) 10% 15% 25%
કાશ્મીર (1) 2% 5% 5%
કર્ણાટક (14) 7% 16% 21%
કેરળ (20) 11% 22% 26%
મહારાષ્ટ્ર (14) 7% 10% 17%
ઓડિશા (6) 7% 11% 19%
ત્રિપુરા (1) 6% 18% 29%
યુપી (10) 10% 18% 22%
પશ્ચિમ બંગાળ (5) 17% 34% 35%
છત્તીસગઢ (7) 13% 22% 27%
દાદરા નગર હવેલી (1) 11% 11% 22%
દમણ દીવ (1) 10% 19% 24%

લોકસભાની ચૂંટણીમાં 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 116 બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ઘણાં દિગ્ગજોના કિસ્મત ઈવીએમમાં સાંજે છ વાગ્યે કેદ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે સવારે વોટિંગ કર્યું છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું છે.

જો કે દેશભરમાં ચાલી રહેલા લોકશાહીના મતોત્સવનો એકદમ વિરોધાભાસી નજારો પશ્ચિમ બંગાળમાં કેટલાક ઠેકાણે જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં હિંસક ઘર્ષણોની ઘટનાઓને કારણે લોકશાહીનું વસ્ત્રાહરણ થતું જોવા મળ્યું હતું.

મુર્શિદાબાદના બાલિગ્રામમાં તો કોંગ્રેસ અને ટીએમસીના સમર્થકોએ હદ વટાવી હતી. બાલિગ્રામ ખાતેની બંને પાર્ટીઓ વચ્ચેની માથાકૂટમાં પોલિંગ બૂથ પર વોટિંગ કરવા માટે રાહ જોઈ રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ વોટરનું ચાકૂ વાગવાથી મોત નીપજ્યું હતું અને ટીએમસીના સાત કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલિંગ બૂથ ખાતે અજાણ્યા લોકો દ્વારા બોમ્બ ફેંકવાની ઘટના પણ બની છે.

મુર્શિદાબાદમાં સવારે પણ ચૂંટણીલક્ષી ઘર્ષણ થયું હતું. મતદાન દરમિયાન દેશી બોમ્બથી કરવામાં આવેલા હુમલામાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. સવારે બનેલી હિંસક ઘટના મુર્શિદાબાદના વોર્ડ નંબર-7માં મતદાન દરમિયાન બની હતી.

ઓડિશાના ઢેંકનાળના પોલિંગ બૂથની સંખ્યા 41માં એક ચૂંટણી અધિકારીની અચાનક તબિયત બગડવાથી મોત નીપજ્યું છે. ચૂંટણી અધિકારી ડ્યૂટી દરમિયાન અચાનક ઢળી પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

જ્યારે અસ્થમાના એટેકને કારણે અઓલા લોકસભા બેઠકની ટાઉનશિપમાં એક બૂથ પર 60 વર્ષીય મતદાતાનું મોત નીપજ્યું હતું. અસ્થમાના દર્દી બલરામ પ્રજાપતિ વોટ નાખવા માટે લાઈનમાં ઉભા હતા. તે વખતે તેમણે અસ્થમાના એટેક આવ્યો હતો અને તેની જાણકારી પરિવારજનોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT