1. Home
  2. ગુજરાતી
  3. દેશનું પ્રથમ પ્રજાસત્તાક રાજ્ય બિહારનો આ જીલ્લો-2500 વર્ષથી ચાલી આવતી લોકશાહી પદ્ધતિ
દેશનું પ્રથમ પ્રજાસત્તાક રાજ્ય બિહારનો આ જીલ્લો-2500 વર્ષથી  ચાલી આવતી લોકશાહી પદ્ધતિ

દેશનું પ્રથમ પ્રજાસત્તાક રાજ્ય બિહારનો આ જીલ્લો-2500 વર્ષથી ચાલી આવતી લોકશાહી પદ્ધતિ

0

ગણતંત્ર અટેલે કે એક એવી વિશિષ્ટ પ્રકારની અર્થવ્યવસ્થા છે,જેમાં અનેક નિતી નિયમો બદ્ધ કાર્ય પ્રણાલીનો સમાવેશ થાય છે.જેનો જન્મ દાતા આપણે પોતે એટલે કે ભારત માતા જ છે, બિહાર રાજ્યના કુલ ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો એટલે વૈશાલી જીલ્લો, પ્રજાસત્તાક રાજ્યની સ્થાપનાની શરુઆત બિહારના આ જીલ્લા થઈ હતી, જેને પ્રાચીન સમયમાં વૈશાલી ગણરાજ્યના નામથી ઓળખવામાં આવતું હતું.

26મી જાન્યુઆરી 1950ના રોજ  ભારત સરકાર અઘિનિયમ 1935 હેઠળ આપણું સંવિઘાન અમલમાં આવ્યું થયું.જો કે ભારતદેશમાં પ્રાચીન સમયથી કેટલાક રાજ્યો એવા પણ હતા કે જે પ્રજાસત્તાક  પદ્ધતિ હેઠળ ચાલતા હતા,આમ જોવા જઈએ તો વિશ્વમાં જ્યા પણ હાલમાં લોકશાહી પદ્ધતિ છે તે આપણા જ પ્રાચીન ભારત તરફથી મળેલી અનમોલ ભેટ છે.પ્રાચીન ભારતમાં  પહેલું પ્રજાસત્તાક રાજ્ય બિહારમાં આવેલું વૈશાલી પ્રાંત હતું,જેને વૈશાલી ગણરાજ્યના નામથી ઓળખાતું હતું.

ઐતિહાસિક પુરાવાઓ મુજબ ઈસુથી અંદાજે 6 સદી પહેલા વૈશાલીમાં જ વિશ્વનું સૌથી પ્રથમ ગણતંત્ર એટલે કે ગણરાજ્ય બન્યુ હતું,તાજેતરમાં આપણે જે લોકસભા ગૃહ અને રાજ્યસભા ગૃહની પ્રણાલી જોવા મળે છે,જ્યા સાંસદ દેશની જનતા માટે અનેક નિતી અને નિયમોનું નિર્માણ કરે છે જે પ્રણાલી પ્રથમ વૈશાલી રાજ્યમાં હતી,તે સમયે નાની નાની સંખ્યામાં સમિતો બનતી હતી,જે ગણરાજ્ય હેઠળ આવનાર લોકો માટે નિયમો-નિતીની રચના કરતા હતી.

અમેરિકામાં તાજેતરમાં ચૂંટણીના વખતે જે રાષ્ટ્રપતિ પદના વાદ-વિવાદના સમાચાર જોવા મળે છે.આ જ પ્રકારની ચર્ચાઓ અંદાજે 2500 વર્ષ પહેલા પણ બિહારના વૈશાલી  જીલ્લામાં પોતાના નવા ગણનાયકની પસંદગી કરવા માટે થતી હતી. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે,  જ્યારે અમેરિકામાં લોકશાહીનું તંત્ર વણાઈ રહ્યું હતું ત્યારે ત્યાં નીતિ-નિર્માતાઓના દિમાગમાં વૈશાલીના પ્રજાસત્તાકનું માણખું ચાલતું હતું.

ઉલ્લેખનીય છે કે,વૈશાલી નગર વજ્જી મહાજનપદની રાજઘાની હતી, મહાજનપદનો અર્થ પ્રાચીન ભારતના શક્તિશાળી રાજ્યોમાંથી એક થાય છે.આ પ્રદેશ તેના પ્રજાસત્તાક મૂલ્યોને કારણે પ્રભાવશાળી ગણાતો હતો. વિશ્વના મોટાભાગના દેશોએ તે અપનાવ્યું છે અને આધુનિક વૈશ્વિક વિશ્વમાં શ્રેષ્ઠ સિસ્ટમ તરીકે તેની ગણના કરવામાં આવે છે. આજે, ભારત અથવા યુરોપ અથવા અમેરિકા જેવા અનેક ભારતદેશમાં પ્રાચીનકાળથી ચાલી આવતી આ પદ્ધતિમાં વિશ્વાસ કરે છે, જે પ્રણાલી ભારતના વૈશાલીમાં 2500 વર્ષ પહેલાં શરૂ થઈ હતી.

હિમાલયથી ગંગા સુધીના  જમીન વિસ્તારમાં લિચ્છવીઓના સંઘ દ્વારા પ્રજાસત્તાક પદ્ધતિની રજૂઆત કરવામાં આવી હતી, જેને ‘વૈશાલી ગણરાજ્ય’ નામ આપવામાં આવ્યું હતું.

તાજેતરમાં જોવા જઈએ તો,આજના ગણરાજ્યમાં અને પહેલાના વૈશાલી ગણરાજ્યમાં ખુબ જ વઘુ તફાવતો જોવા મળે છે,જો કે મૂળપાયાનો વિચાર તો ત્યાથી જ લેવામાં આવ્યો હતો,વૈશાલી પ્રજાસત્તાક રાજ્ય પર નિયંત્રણ રાખવા માટે કેટલીક નાની નાની ઓછા લોકો હોય તેવી સમિતો બનાવવામાં આવતી હતી,જે દરેક પ્રકારના કાર્યો પર જીણવટતા ભરી તપાસ કરતા હતા,જે વ્યવસ્થા આજે આપણે ભારત દેશમાં જોઈએ જ છે.એ વાત જુદી છે કે બન્નેના કાર્યો થોડા પ્રકારે જુદા જુદા છે.

રચવામાં આવેલી આ સમિતિઓ સમય પ્રમાણે પ્રજાસત્તાકની નીતિઓમાં પરિવર્તન પણ લાવતી હતી, આજના સમયમાં પણ આજ પ્રણાલી  જોવા મળે,કોઈ લોકશાહી દેશોમાં લોકો દ્વારા ચૂંટાયેલા સાંસદો આ પ્રકારના કાર્યો કરે છે.ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ  સાથે  દુનિયાનો સૌથી મોટું લોકશાહી  તંત્ર ધરાવતો દેશ છે. 

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.