in , , ,

16 દેશોમાં જાણીતી 178 વર્ષ જૂની થોમસ કુકે યૂકેમાં દેવાળું ફૂંક્યુઃ ઈન્ડિયામાં થોમસ કુક યથાવત

  • થૉમસ કુક 178 વર્ષ જુની કંપની
  • 16 દેશોમાં પોતાનો કારોબાર ચલાવે છે
  • યૂકેમાં થૉમસ કુક દેવામાં ડૂબી
  • આ કંપની પર 125 કરોડ પાંઉડનું દેવું
  • 21 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા
  • 6 લાખથી પણ વધુ બુકિંગ રદ
  • થૉમસ કુક યૂકેની ઈન્ડિયામાં કોઈ ભાગીદારી નથી

વિશ્વની ખુબજ વિખ્યાત 16 દેશોમાં કારોબાર કરતી અને 178 વર્ષ જૂની ટૂર કંપની થોમસ કૂક યુકેમાં નાદાર થઈ ગઈ છે. જેના કારણે 21 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા છે. 6 લાખથી વધુ બુકિંગ રદ થઈ ચૂક્યા છે. જો કે,થોમસ કૂક ભારત પર તેની કોઈ અસર થઈ નથી.

બ્રિટનની ટૂર કંપની થૉંમસ કુક નાદાર થઈ ચૂકી છે,  કંપની વિશ્વની નામાંકિત કંપની છે પરંતુ હાલ તે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે,કંપનીએ દરેક ફ્લાઈટ અને હૉલિડેનું બુંકિંગ રદ કરી નાખ્યું છે,6 લાખથી પણ વધુ ટ્રાવેલર્સનું બુકિંગ સોમવારના રોજ રદ કરવામાં આવ્યું છે,જો કે ભારતમાં સંચાલીત થૉમસ કુક પર કી અસર પડી નથી,બ્રિટનની સરકારે જણાવ્યું છે કે,1.5 લાખ બ્રિટનના ગ્રાહકો જે વિદેશોમાં છે,તેઓને પરત લાવવા તે માટો પડકાર હશે.

સિવિલ એવિશન ઓર્થોરિટીએ કહ્યું કે,થૉમસ કુકની ચાર એરલાઈન્સ જમીન પર આવી ચૂકી છે,કુલ 16 દેશોમાં 21 હજારથી વધુ કર્માચારીઓ બેરોજગાર થઈ ચુક્યા છે,ત્યારે બ્રિટનમાં કુલ 9 હજાર કર્મચારીઓ બેરોજગાર થઈ ચૂક્યા છે,થોડાક મહિના પહેલા જ કંપનીએ જણાવ્યું હતુ કે, બ્રેક્ઝિટને કારણે બુકિંગમાં મંદી આવી આવી ચૂકી છે જેને કારણે કંપની પર દેવાનો બોજ વધી ગયો છે.

થૉમસ કુક 178 વર્ષ જુની કંપની છે, આ કંપનીએ 1841મા ઓપરેશન શરુ કર્યું હતુ, હાલ આ કંપની 16 દેશોમાં પોતાનો કારોબાર કરે છે,અંદાજે 10 લાખ લોકોના બુકિંગ પર આવનારા દિવસોમાં માઠીઅસર પડી શકે છે,હાલ આ કંપની પર 125 કરોડ પાંઉડનું દેવું છે.

ભારતમાં સંચાલીત થનારી થૉમસ કુક ઈન્ડિયા પર તેની કી અસર જોવા મળી નથી,ઉલ્લેખનીય છે કે,થૉમસ કુક ઈન્ડિયાનો 77 ટકા ભાગ 2012મા કેનેડાના ગ્રુપ ફેયરફૈક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગે ખરીદી લીધુ હતું, ત્યારથી થૉમસ કુક યૂકેની ઈન્ડિયામાં કોઈ ભાગીદારી નથી,થૉમસ કુક ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે કે કંપનીની નાણાંકીય સ્થિતિ મજબુત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજસ્થાનના અલવરમાં ગોતસ્કર મુનફેદ ખાનની ભીડે કરી પિટાઈ, હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીર : ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો ખુલાસો, 3 આતંકી એરેસ્ટ