1. Home
  2. revoinews
  3. રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ
રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ

રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ

0
  • રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના
  •  આ ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ

અમદાવાદઃ- રાજકોટ શહેરની કોવિડ – 19 હોસ્પિટલમાં 27 નવેમ્બરના રોજ આગલાગવાની ઘટના બની હતી જેમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા, સત્તાવાર રીતે મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધિશ ડી એ મહેતાના નેતૃત્વમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું જે ત્યારે હવે આ મામલે પોલીસે ત્રણ ડોક્ટરોની ઘરપકડ કરી છે,

આ પહેલા રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમિશનના વડા તરીકે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની નિયુક્તિ કરવાની ઘોષણા કરી હતી. સોમવારના રોજ સરકારે કહ્યું કે જસ્ટિસ પૂજની વ્યસ્તતાને કારણે હવે તેમના સ્થાન એ ન્યાયાધીશ મહેતાને લેવામાં   આવ્યા છે,કારણે કે સમય રહેતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે.

સરકારે ન્યાયમૂર્તિ મહેતા કમિશનને આ સંદર્ભે ત્રણ મહિનાની અંદર આ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. ન્યાયાધીશ પૂજે આ વર્ષે ઓગસ્ટમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલા પંચના પ્રમુખ છે. આ ઘટનામાં પણ કોરોના વાયરસથી સંક્રમિત આઠ દર્દીઓના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે પાંચ કોવિડ -19 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં અને 28 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા.

સાહિન-

LEAVE YOUR COMMENT