1. Home
  2. Regional
  3. અંબાજી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત
અંબાજી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

અંબાજી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

0

અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારી રફૂચક્કર થઈ ગયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે.

અકસ્માતની ઘટનાની જાણ અન્ય રાહદારીઓએ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણે લોકોના મોત થઈ ચુક્યા હતા. પોલીસે અકસ્માતની ઘટના કેવી રીતે થઈ તે જાણવાની કોશિશ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી હોવાનું સૂત્રોનું કહેવું છે. અકસ્માતમાં મોતને ભેટવામાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માત અંબાજી હળાદ રોડ પર બામણોજ ગામ પાસે સર્જાયો હતો.

તાજેતરમાં અંબાજી હળાદ રોડ પર ટાયર પંચર થતા એક જીપ ડાલુ પલટી મારી ગયું હતું. જેમાં 9 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

tags:

LEAVE YOUR COMMENT