in , ,

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત પ્રસ્તાવો પર TMC પણ સાથે, સરકારની રાહ થઈ આસાન

નવી દિલ્હી: મોદી સરકારના પહેલા કાર્યકાળથી વિપરીત આ વખતે રાજ્યસભામાં બિલોને પારીત કરવામાં અડચણો આવવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ચુકી છે. તેના સંકેત સોમવારે એ સમયે મળ્યા જ્યારે ટીએમસીએ પણ રાજ્યસભામાં બે મહત્વના પ્રસ્તાવોનું સમર્થન કરવાની ઘોષણા કરી દીધી છે. ટીએમસીનું આ પગલું ચોંકાવનારું છે, કારણ કે ગત કેટલાક સમયથી પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને કેન્દ્રની વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. તેની સાથે જ સમાજવાદી પાર્ટી, બીજેડી, આરજેડીએ પણ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનને લંબાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની અવધિ વધારવાના એક પ્રસ્તાવ તથા જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ- 2004 સંશોધન વિધેયક સોમવારે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. તેના પહેલા શુક્રવારે બંને પ્રસ્તાવ લોકસભામાં પારીત થઈ ચુક્યા છે.

એનડીએ આ સપ્તાહના અંતમાં વધુ ચાર સદસ્યોને સામેલ કરીને રાજ્યસભામાં પોતાની સ્થિતિ મજબૂત કરીશું. આમ થાય છે, તો એનડીએની પાસે 115 સાંસદો થઈ જશે. આ સદસ્ય બિહાર, ગુજરાત અને ઓડિશાથી છે. બિહારમાં એનડીએને સ્થાન મળશે. ગુજરાતમાં ભાજપના ખાતામાં બે અને ઓડિશામાં એક બેઠખ આવી જશે. આ પહેલા ટીડીપીના ચાર અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના એક સદસ્ય ભાજપમાં સામેલ થઈ ગયા છે.

235 સદસ્યોવાળી રાજ્યસભામાં ભાજપના 75 સદસ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ 8 સદસ્યોવાળું સૌથી મોટું વિપક્ષી દળ છે અને સમાજવાદી પાર્ટી તથા ટીએમસીના 13-13 સદસ્યો સાથે સૌથી મોટી બિનકોંગ્રેસ-બિનભાજપી પાર્ટી છે. 24 જુલાઈએ તમિલનાડુથી પાંચ બેઠકો ખાલી હશે. આ સીપીઆઈના ડી. રાજા અને એઆઈએડીએમકેના કે. આર. અર્જુનન, ડૉ. આર. લક્ષ્મણન, ડૉ. વી. મૈત્રેયન અને ટી. રથિનવેલ છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ધારાસભ્યોને મંજૂરી આપવામાં અડચણ નાખરનારા લોકોના જનાદેશને દબાવવો જોઈએ નહીં. પહેલેથી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ભાજપને બીજેડીના પાંચ, વાઈએસઆર કોંગ્રેસના 2 અને ટીઆરએસના 6 સાંસદોનું મુદ્દા આધારીત સમર્થન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પશ્ચિમ બંગાળ: સીબીઆઈએ ચિટફંડ ગોટાળાના મામલામાં 22 સ્થાનો પર પાડયા દરોડા

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા