1. Home
  2. ગુજરાતી
  3. અર્થતંત્રને પાટે લાવવા આ દેશની સરકારે કર્યું એલાન-રેસ્ટોરન્ટમાં જમવા આવનારને 50 ટકા ઓફ
અર્થતંત્રને પાટે લાવવા આ દેશની સરકારે કર્યું એલાન-રેસ્ટોરન્ટમાં જમવા આવનારને 50 ટકા ઓફ

અર્થતંત્રને પાટે લાવવા આ દેશની સરકારે કર્યું એલાન-રેસ્ટોરન્ટમાં જમવા આવનારને 50 ટકા ઓફ

0
  • બ્રિટનની સરકારનું એલાન
  • હોટલમાં જમવા આવનારા લોકોને મળશે 50 ટકાનું ડિસ્કાઉન્ટ
  • અર્થતંત્રને પાટે લાવવા સરકારનું પગલું

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્ર નબળું થતું જોવા મળી રહ્યું છે,પરંતુ કેટલાક દેશો પોતાના નબળા પડેલા અર્થતંત્રને પાટે લાવવા માટે અવનવી યોજનાઓ બવાની રહ્યા છે,જેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે,તાજેતરમાં જ બ્રિટનની સરકારે 277 અબજ રુપિયા જેવી મોટી રકમના રાહત પેકેજની જાહેરાત કરી છે.

દેશ બ્રિટનના નાણામંત્રી એવા ઋષિ સુનકે એક ઘોષણા છે,જે જાણીને સૌ કોઈને નવાઈ લાગી શકે છે,મંત્રીએ કરેલા એલાન મુજબ,આવનારા ઓગષ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન ગ્રહણ કરવા આવનારા તમામે તમામ લોકોને પોતાના કુલ બિલમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, આથી વિશેષ એ કે આ ડિસ્કાઉન્ટ દરેક વખત હોટેલમાં જમવા આવવા પર મળશે તેના માટે એક કે બે વખત જ આવવા પર ઓફ મળશે,એવો કોઈ નિયમ નથી,આ યોજનાનો ભાગ બનનારા રેસ્ટોરન્ટ, કાફે અને પબમાં આ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવશે,બ્રિટિશ સરકાર દ્રારા હોસ્પિટાલિટી ક્ષેત્રને પાટા પર લાવવા તેને સધ્ધર બનાવવા આ યોજના બનાવી છે.

બ્રિટન સરકાર દ્રારા .હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર પરના વેટને પણ 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.જે આવનારા 6 મહિના સુધી લાગુ રહેશે,ઉલ્લેખનીય છે કે આવનારા બે દિવસોમાં બ્રિટનના તમામ પબ તથા રેસ્ટોરન્ટને ખુલ્લા મુકવામાં આવનાર છે ,તે પહેલા જ સરકારે આ જાહેરાત કરીને લોકોને આ વિશે માહિતગાર કરી દીધા છે,આ સાથે જ રૃષિ સુનકનુ આ યોજના બાબતે કહેવું છે કે,આ યોજનાનો ખાસ હેતુ લોકોને નોકરી પર પરત લાવવાનો છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.