1. Home
  2. Political
  3. શિવસનાના નેતા સંજય રાઉતનું વિવાદીત નિવેદન : “ભાડમાં ગયો કાયદો, અમે જોઈ લઈશું આચાર સંહીતા”
શિવસનાના નેતા સંજય રાઉતનું વિવાદીત નિવેદન : “ભાડમાં ગયો કાયદો, અમે જોઈ લઈશું આચાર સંહીતા”

શિવસનાના નેતા સંજય રાઉતનું વિવાદીત નિવેદન : “ભાડમાં ગયો કાયદો, અમે જોઈ લઈશું આચાર સંહીતા”

0

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા નેતાઓની જીભ માત્ર લપસી પડતી નથી, પરંતુ વિપક્ષી દળો માટે આગ ઝરતી નિવેદનબાજી પણ કરી રહ્યા છે. આવા નેતાઓ દેશના કાયદા અને ચૂંટણી પંચને લઈને પણ મર્યાદાઓને તોડતા દેખાઈ રહ્યા છે. તાજેતરનો મામલો મહારાષ્ટ્રનો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ચૂંટણી પંચને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. રાઉતે દેશના કાયદાને નહીં માનવાની વાત કહી છે. શિવસેનાના નેતાએ ચૂંટણી આચારસંહિતાને લઈને પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે.

સંજય રાઉતે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ચૂંટણીનો માહોલ છે અને મને વારંવાર યાદ અપાવે છે કે આચારસંહીતા છે, આચારસંહીતા છે, તો મારા મનમાં એક ડર હંમેશા રહે છે કે આચારસંહીતા છે. એક તો અમે કાયદો માનનારા લોકો નથી, તેના પર અમને સતત યાદ અપાવવામાં આવે છે કે કાયદો છે, આચારસંહીતા છે. અમે એવા લોકો છીએ કે ભાડમાં ગયો કાયદો, આચારસંહિતા પણ અમે જોઈ લઈશું. પરંતુ જે વાત અમારા મનમાં છે, તે વાત જો અમે બહાર નથી કાઢતા તો ઘૂટન મહેસૂસ થાય છે.

શિવસેનાએ 12મી એપ્રિલે પોતાના સાથીપક્ષ ભાજપને સલાહ આપી છે કે તેઓ રફાલ સોદા પર ઓછું બોલે, જેને લઈને કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. શિવસેનાએ ચેતવણી આપી છે કે બિનજરૂરી નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટીની મુશ્કેલી વધી શકે છે. શિવસેનાએ કહ્યું છે કે જો ભાજપ વડાપ્રધાન મોદીની ચૂંટણી રેલીઓના ઈલેક્ટ્રોનિક મીડિયામાં મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહેત, તો નમો ટીવી પર પ્રતિબંધથી બચી શકાય તેમ હતું.

શિવસેનાએ જલગાંવમાં એક જાહેરસભા દરમિયાન મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજનની સામે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું હતું કે ચોંકાવનારો વીડિયો દેશભરમાં જોવામાં આવ્યો. ભાજપે પાર્ટીમાં ગુંડાઓની ભરતી કરી અને તેમને વાલ્મીકિમાં બદલી નાખ્યા. જોકે અહીં, અનુભવી વાલ્મીકિ ગુંડામાં ફેરવાઈ ગયા અને હિંસામાં સામેલ થઈ ગયા.

શિવસેનાએ કહ્યુ કે આ માત્ર ભાજપ અને શિવસેનાના ગઠબંધનના પ્રચાર પર કલંક નથી, પરંતુ સમય આવી ગયો છે કે જ્યારે ભાજપે આના પર વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

શિવસેનાએ કહ્યું છે કે ઓછામાં ઓછું રફાલ મુદ્દા પર તેમણે અહંકાર છોડીને સંયમ સાથે વાતચીત કરવી જરૂરી છે. સંરક્ષણ પ્રધાનથી લઈને અન્ય નેતાઓ સુધી, ભાજપમાં લોકો ઈચ્છી રહ્યા છે, તેવું બોલી રહ્યા છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે આનાથી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, માટે અમારી સલાહ છે કે જેટલું ઓછું બોલવામાં આવે તેટલું સારું છે.

LEAVE YOUR COMMENT