in , , , ,

200 CIA એજન્ટ- સ્નાઈપર્સને લઈને આવેલું હરક્યુલિસ વિમાન – જેમાં ટ્રમ્પની સુરક્ષા કાર આકર્ષણનું કેન્દ્ર બની

ગુજરાતનું અમદાવાદ શહેર તાજેતરમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે,જી હા કારણ કે અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં આવના છે,ચારેબાજુ હાલ તો ટ્રમ્પની ચર્ચાઓએ જોર કપડ્યું છે,ત્યારે ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરીકન સિક્રેટ સર્વિસના 18 જેટલા અધિકારીઓ ટ્રમ્પના આગમન પહેલા જ રવિવારના રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી 5 ગાડીઓ પૈકી એક મોટી કારમાં 10 જેટલા યુએસ અધિકારીઓ તથા બીજી 4 કારમાંથી 8 જેટલા અધિકારીઓ મ કુલ મળીને 18 અમેરીકી અધિકારીઓ આવી પહોચ્યા હતા.આ તમામ અધિકારો દ્રારા મોટેરા સ્ટેડિયમનું નિરિક્ષણ ખુબ જ જીણવટાઈથી કરવામાં આવ્યું હતું,તે સાથે જ આજ રોજ અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પના પ્રવાસનો ખાસ સામાન લઈને ક પ્લેન પણ આવ્યું છે.તે સાથે જ ટ્રેમ્પની સુરક્ષા અર્થે એક ખાસ કાર પણ તૈયાર કરવામાં આવી છે,અમેરીકી એરફઓર્સનું  હરક્યુલિસ વિમાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.

આ ખાસ કારની નંબર પ્લેટ પર ‘યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી’ લખવામાં આવ્યું છે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી – એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ હજારો સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવનાર છે જેમાંથી કેટલાક જવાનો અત્યારથી તૈનાત કરી દેવાયા છે.

ટ્રમ્પ માટેની સુરક્ષા

  • અમેરીકી એરફોર્સનુ હરક્યૂલિસ વિમાનમાં ટ્રમ્પની સુરક્ષાના વાહનો વ્યા છે
  • આ વિમાનમાં કાફલાની કારો લાવવામાં આવી છે
  • ફાયર સેફ્ટિ સિસ્ટમ,સ્પાઈ કેમેરા પણ આવ્યા છે
  • CIA 200 અમેરીકી સુરક્ષા કર્મચારીઓ વ્યવ્સ્થા સંભાળશે
  • આ કર્મચારો એ પોતાનો કંટ્રોલરુમ સ્ટેડિયમમાં પહેલેથી બનાવી લીધો છે
  • ભારતની સુરક્ષા એજન્સી એસપીજી અને ગુજરાત પોલીસે પણ સ્ટેડિયમની અંદર અલગ કંટ્રોલ રુમ બનાવ્યો છે.
  • પ્રવાસને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાને પણ ટ્રમ્પના આગમન પૂર્વે અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ્સને 3 કલાક માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવશે.
  • ટ્રમ્પની સુરક્ષા વચ્ચે એક પક્ષી પણ ન ફરકી શકે તેવી સુરક્ષા હશે
  • રોડ શૉ પહેલા સમગ્ર રોડને સ્કેન કરવામાં આવશે
  • રોડ શૉમાં આવનારા તમામ લોકોની ચકાસણી કરવામાં આવશે
  • ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ટ્રાફિક મેનેજમેન્ટથી લઈને હવાઈ સલામતી સુધીની કાળજી લેવામાં આવશે.
  • 10 હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
  • સુરક્ષામાં 25 આઈપીએસ અધિકારીઓ,65 એસીપી,22 પોલીસ ઈન્સ્પેક્ટર અને 800 સબ ઈન્સપેક્ટર હશે
  • હવાઈ સુરક્ષામાં સાત જેટલા વિમાનોનો કાફલો પણ હશે.
  • આ કાફલામાં યુએસ રાષ્ટ્રપતિનું સત્તાવાર વિમાન એર ફોર્સ વન ઉપરાંત છ વધુ વિમાન હશે.

(સાહીન)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

T-20 રેન્કિંગ: કોહલી 10માં ક્રમાંક પર, બુમરાહ ટૉપ 10થી બહાર

અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં વર્ષ 2021માં રમાશે પ્રથમ ક્રિકેટ મેચ