in , ,

નફરત ફેલાવનારા 8 ટ્વિટર એકાઉન્ટને મોદી સરકારે પ્રતિબંધિત કરવા કહ્યું, ચારને ટ્વિટરે તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી રાજ્યમાં અમનચેન છે. ઈદ-અલ-અજહા એટલે કે બકરી ઈદનો દિવસ પણ રાજ્યમાં શાંતિથી પસાર થયો. જો કે તેના પછી પણ અફવા ફેલાવીને સૌહાર્દને બગાડનારાઓની કમી નથી. કાશ્મીર ખીણમાં તો સરકારે સેનાની મદદથી ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર નિયંત્રણ કરી લીધું છે. પરંતુ સોશયલ મીડિયા પર ખુલ્લેઆમ અરાજક તત્વ જનતાને ભડકાવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયે આ મામલામાં સંજ્ઞાન લેતા મોટી કાર્યવાહી કરી છે. સોમવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને કાશ્મીર આધારીત ભડકાઉ ટ્વિટ કરનારા 8 ટ્વિટર એકાઉન્ટને બંધ કરવા માટે જણાવ્યું હતું. તેના પછી અધિકારીઓએ કહ્યુ હતુ કે સુરક્ષા એજન્સીઓના કહેવા પર ચાર ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે આવી ગતિવિધિઓમાં સામેલ ચાર અન્ય એકાઉન્ટ પણ ઝડપથી બંધ કરી દેવામાં આવશે. તેમા એક એકાઉન્ટ કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નામ પરથી હતું. તેને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અધિકારીઓએ સોમવારે કહ્યુ હતુ કે સુરક્ષા એજન્સીઓના કહેવા પર આ આકરું પગલું ઉઠાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટ્વિટરના એક પ્રવક્તાએ જણાવ્યુ છે કે અમે ખાનગીપણા અને સુરક્ષાના કારણોથી લોકોના વ્યક્તિગત ખાતા પર ટીપ્પણી કતા નથી. તો ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યુ છે કે ટ્વિટર એકાઉન્ટોની વિરુદ્ધ ખોટો અને પાયાવિહોણો પ્રચાર થઈ રહ્યો હતો. ગૃહ મંત્રાલયની ભલામણ પર કાશ્મીરને લઈને અફવા ફેલાવનારા આ ટ્વિટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમા આવા ટ્વિટર એકાઉન્ટનો સમાવેશ થાય છે.

@kashmir787 – વોઈસ ઓફ કાશ્મીર, @Red4Kashmir – મહીદા શકીલ ખાન, @arsched – અરશદ શરીફ, @mscully94 — મેરી સ્કુલી, @sageelaniii – સૈયદ અલી ગિલાની, @sadaf2k19, @RiazKha61370907, @RiazKha723

મહત્વપૂર્ણ છે કે કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયા બાદ ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની સતત ભડકાઉ ટ્વિટ કરી રહ્યો હતો. ત્યાં સુધી કે આર્ટિકલ – 370 હટાવાયા પહેલા તેણે કેન્દ્રને ધમકી આપતા કહ્યુ હતુ કે જો રાજ્યનો વિશેષ દરજ્જો છીનવવામાં આવશે, તો સહન કરવામાં નહીં આવે.

સોમવારે ટ્વિટ પર કેટલાક એકાઉન્ટ્સ પરથી એવા અહેવાલ ફેલાવવામાં આવ્યા હતા કે બકરી ઈદ પર ઘાટીમાં ફાયરિંગ થયું હતું. જો કે તે દિવસે સાંજે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે ઈદ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવ અને એકપણ ગોળી ક્યાંય ચાલી નથી.

એટલું જ નહીં, પાકિસ્તાનથી એવા અહેવાલ આવ્યા કે સુરક્ષાદળોની વચ્ચે પરસ્પર ઘણો મતભેદ પેદા થઈ ગયો છે. જો કે સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આવા અહેવાલોને નકલી ગણાવ્યા છે અને લોકોને કહ્યુ છે કે તેવો આવી વાતો પર બિલકુલ ધ્યાન આપે નહીં.

કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપિત કરવા માટે સરકારે પહેલા સુરક્ષાદળોની તેનાતી કરી અને પછી બાદમાં એનએસએ અજીત ડોભાલને સ્થિતિ પર નજર રાખવા માટે કહ્યુ છે. કાશ્મીર ખીણમાં જમીની સ્તરે સ્થિતિ તો કાબુમા છે. પરંતુ સોશયલ મીડિયા પર અફવાનું બજાર થંભતું દેખાઈ રહ્યું નથી.

હવે ગૃહ મંત્રાલયના આ પગલાથી સોશયલ મીડિયા પર પણ ભ્રામક અને ભડકાઉ ટ્વિટર હેન્ડલ પર લગામ લાગશે. સરકારના આ પગલાથી ખોટી ખબરો ફેલાવનારાઓમાં પણ હવે ડર વધશે. આવા પ્રકારે એકાઉન્ટ્સ જે ભારતીય હોવા છતાં કાશ્મીરના મુદ્દે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે, તેમની વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાનું પગલું પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગઝરતી તેજી, 12 ટકાના બમ્પર ઉછાળા સાથે 1300 ની સપાટીને પાર

કલમ 370 : ટ્વિટર પર પ્રોપેગેંડા ચલાવી રહ્યું છે પાકિસ્તાન, પ્રધાન ફવાદ ચૌધરી દ્વારા નકલી વીડિયો કરાયો ટ્વિટ