in ,

રાજકોટમાં 21 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ

રાજકોટઃ ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે સરકાર દ્વારા કવાયત તેજ બનાવવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટમાંથી પોલીસે બે શખ્સોને 21 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા. બે પૈકી એક આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોના કેસમાં ઝડપાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો ગની ઉર્ફે હનીફ જુસબ પીંજારા (ઉ.વ. 53) તથા તેનો સાગરિત અબ્દુલ સંધી (ઉ.વ. 45) રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને 80 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પેટ્રોલીંગ કરતી પોલીસે શંકાના આધારે રિક્ષા અટકાવી હતી. તેમજ તપાસ કરતા બન્ને શખ્સો પાસેથી બે પડીકા મળી આવ્યા હતા. બન્ને પડીકા ખોલીને તપાસ કરતા અંદરથી 21 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પોલીસે બન્નેની ધરપકડ કરીને તેમની પાસેથી ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી હતી. તેમજ તેમના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. ગની ઉર્ફે હનીફ અગાઉ પણ નાર્કોટીકના ગુનામાં ઝડપાયો હતો. આરોપી ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તેની તપાસ આરંભી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પૂર્વ PM ડો. મનમોહન સિંહને રાજસ્થાનમાંથી કોંગ્રેસ રાજ્યસભામાં મોકલશે

ગુજરાતમાં ફરી પ્રેમીઓ સાથે તાલિબાની વર્તનઃ અરવલ્લીમાં પ્રેમીપંખીડાને જૂતાનો હાર પહેરાવાયો