in ,

અમદાવાદમાં BRTSની ટક્કરે બે ભાઈઓના મોતના વિરોધમાં NSUI કાર્યકરોનો દેખાવો

  • NSUI કાર્યક્રરોએ બસો અટકાવી નોંધાવ્યો વિરોધ
  • પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
  • પોલીસે NSUIના કાર્યકરોની કરી અટકાયત

અમદાવાદ: શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. દરમિયાન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ બંધનું એલાન આપ્યું હતું. તેમજ સવારથી જ લો ગાર્ડન અને ગુજરાત યુનિવર્સિટી પાસે બસ અટકાવીને ટાયરોની હવા કાઢી નાખી હતી. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંજરાપોળ પાસે બીઆરટીએસની ટક્કરે બે સગાભાઈઓના મોત થયા હતા. પોલીસે આ ઘટનામાં મોડી રાતે બસ ચાલકની ધરપકડ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે NSUIએ બંધનું એલાન આપ્યું હતું. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બસોને અટકાવી હતી હતી. ગુજરાત યુનિવર્સિટીના બીઆરટીએસ બસ સ્ટોપ પાસે એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાંથી પસાર થતી બસોને રોકાવી હતી. તો બે જેટલા કાર્યકરો બસ પર ચડી ગયા હતા અને બસ વ્યવહાર ખોરવી દીધો હતો. દરમિયાન ત્યાં દોડી આવેલી યુનિવર્સિટી પોલીસે એનએસયુઆઈ કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VIRAL VIDEO- મરેલા સાંપને દોરડુ બનાવી આ બાળકીઓ કુદી રહી છે દોરડા, જુઓ વીડિયો

સુરતમાં BRTS બસે સતત ત્રીજા દિવસ સર્જયો અકસ્માતઃ રાહદારી વૃદ્ધાને મારી ટક્કર