in

બનાસકાંઠામાં અંધશ્રદ્ધામાં 7 દિવસમાં બે બાળકના મોત બાદ તંત્ર જાગ્યું : તપાસના આદેશ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયામાં ડામ આપ્યા બાદ બાળકોના મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા બાદ બાળકીનું મોત નિપજતા તંત્ર આ મામલે ગંભીર બન્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે માં-બાપ બાળકોને નાની મોટી બીમારીમાં બાળકોને ડોક્ટરની પાસે લઈ જવાના બદલે ભૂવાઓ પાસે લઈ જાય છે અને તેને ગરમ સળીયા વડે ડામ અપાવે છે જેના કારણે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ગણતરીના દિવસોમાં બે માસુમ બાળકોના અંધશ્રદ્ધામાં મોત થતા તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આઠ દિવસ પહેલા જ વાવના દોઢ વર્ષના બાળકને ડામ આપતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે લાખણીના ગણતા ગામે એક 7 માસની બાળકીને વરાદ થતા તેને માતા-પિતાએ થરાદના અસાસણ ગામે એક ભુવા પાસે લઈ જઈ શરીરે ડામ અપાવ્યા હતા. જોકે બાળકીની તબિયત વધુ લથડતાં તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં લેવાઈ હતી. જોકે બાળકીને ન્યુમોનિયાની અસર થઈ હતા બાળકીનું મોત નીપજ્યું હતું જેને લઈને તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે.

એક અઠવાડિયામાં બે માસૂમ બાળકોના ડામ આપવાથી મોત નિપજતા સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ મૃતક બાળકીનું પોસમોર્ટમ કરાવવામાં આવ્યું છે જેના રિપોર્ટ આવ્યા બાદ દોષીતો સામે જુવેનાઇલ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આવા કિસ્સા ફરીથી ન બને તે માટે જન જાગૃત લાવવાનું કામ કરવાનું શરૂ કરાયું છે. બીજી તરફ ગણતરીના દિવસોમાં જ બે બાળકોના મોત થતા ભુવાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતના સમુદ્રતટ સાથે 170 કિલોમીટરની ઝડપે ટકરાશે વાવાઝોડું ‘વાયુ’, એનડીઆરએફની 36 ટીમોની તેનાતી

વાવાઝોડા ‘વાયુ’ પર એક્શનમાં ગૃહ મંત્રાલય, બોલાવામાં આવી ઉચ્ચસ્તરીય બેઠક