in ,

ગાંધીનગર નજીક કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માતઃ બે વિદ્યાર્થિનીના મોત

અમદાવાદઃ શહેર નજીક આવેલા ગાંધીનગર પાસે કુડાસણ રોડ પર પસાર થતી કારનું ટાયર ફાટતા ગંભીર દૂર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ફિઝિયોથેરાવી કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના કરૂણ મોત થયા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પાંચેય વિદ્યાર્થીઓ કારમાં ગાંધીનગર જતા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી રાધનપુરની ઉર્વશી પરમાર સહિત પાંચ મિત્રો કારમાં અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યાં હતા. તેમની કાર કુડાસણ રોડ ઉપર ભાઈજીપુરા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. જેથી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને વૃક્ષ સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર પાંચેય વિદ્યાર્થીઓની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

આ દૂર્ઘટનામાં ઉર્વશી અને તેની હિંમતનગરની મિત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે 3 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. વહેલી સવારે થયેલા અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે બન્ને વિદ્યાર્થિની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મિર્ઝાપુરમાં સોનભદ્ર હત્યાકાંડના પીડિત પરિવારોને મળતા પ્રિયંકા ગાંધી રડી પડ્યા

સચિનની ‘યશકલગી’માં વધુ એક પીંછૂ, ICC હૉલ ઑફ ફેમમાં સામેલ