REGIONALગુજરાતી

અમદાવાદમાં BRTS બસે બે સગાભાઈઓને અડફેટે લેતા થયા મોત

  • લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી
  • બસની સ્પીડ 70 KMથી વધુની હોવાનો આક્ષેપ
  • જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોકોની માંગણી

અમદાવાદઃ સુરતમાં સિટી બસે અકસ્માત સર્જતા બે વિદ્યર્થી સહિત 3ના મોત થવાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદમાં બીઆરટીએસ બસે બે ભાઈઓને અડફેટે લેતા તેમના મોત થયા હતા. આ અકસ્માતને પગલે ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. અકસ્માત સમયે બસની ગતિ 70થી કિમીથી વધારેની હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી BRTS બસે બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેથી બન્નેના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને ભાઈઓ હોવાનું જાણવા મળે છે. બે ભાઈઓ પોતાના વાહન પર અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસના ડ્રાઈવરે બ્રેક મારવાની તસ્દી લીધી ન હતી. જેથી બંને ભાઈઓ બસની નીચે કચડાયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ બસની તોડફોડ કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસની સ્પીડ 70થી વધુની હતી, તેમજ સિગ્નલ બંધ હોવા છતાં બસના ડ્રાઈવરે ગાડી હંકારી હતી. બીજી તરફ, બંને યુવકોના પરિવારે સ્થાનિક સ્થળ પર આવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક નયન રામ (ઉ.વ.26) અને તેના ભાઈ જયેશ રામ (ઉ.વ.24) હોવાનું ખૂલ્યું હતું. તેમજ તેમના પિતા હિરાભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી હોવાનું જાણવા મળે છે. મૃતક જયેશની પત્ની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. અકસ્માતમાં મૃત્યુ પામેલો નયન રામ તાલાલા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં નોકરી કરતો હતો. જ્યારે જયેશ રામ ગાંધીનગર સચિવાયલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતો હતો. નયન રામ ટ્રેનિંગ હોવાથી અમદાવાદ આવ્યો હતો. સવારે ભાઈ સાથે મોટરસાઈકલ પર પસાર થતો હતો ત્યારે માર્ગ અકસ્માતમાં બંનેના મોત થયા હતા.

અકસ્માતની જાણ થતા રામ પરિવાર તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. મૃતક ભાઈઓના પિતાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મેં મારો આધાર ગુમાવી દીધો છે. મેં મારો પરિવાર ગુમાવી દીધો છે. હવે કહેવા માટે કંઈ રહ્યું નથી.

Related posts
BUSINESSREGIONAL

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના…
REGIONALગુજરાતી

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર…
REGIONALગુજરાતી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન…

Leave a Reply